પેટમાંથી નીકળ્યો ૩૨ ફુટનો કૃમિ

12 December, 2019 01:30 PM IST  |  Mumbai Desk

પેટમાંથી નીકળ્યો ૩૨ ફુટનો કૃમિ

પેટમાં નાના-મોટા કૃમિ થાય એ તો સમજી શકાય, પણ જ્યારે બે-પાંચ-દસ ફુટ કરતાંય વધુ લાંબો કૃમિ નીકળે એ બહુ ઓછું જાણીતું છે. થાઇલૅન્ડના ઉદોન થાની શહેરના રહેવાસી ક્રિત્સદા રતપ્રચોમે પોતાના ટૉઇલેટમાં ઘટેલી ચીતરી ચડે એવી ઘટનાની તસવીરો સોશ્યલ મીડિયા પર મૂકી છે. આ તસવીર તેમના પેટમાંથી નીકળેલા લાંબાલચક કૃમિની છે. થોડા દિવસ પહેલાં તેઓ કુદરતી હાજત માટે કમોડ પર બેઠા ત્યારે તેમને અતિવિચિત્ર અનુભવ થયો. મળ સાથે તેમના પેટમાંથી લાંબો, ચપટકો અને સફેદ રંગનો કૃમિ બહાર નીકળ્યો હતો. ૪૪ વર્ષના આ ભાઈ ટૉઇલેટ યુઝ કરતા હતા ત્યારે મળમાર્ગમાંથી કોઈ ચીકણા પદાર્થનું હલનચલન થતું હોય એવું જણાયું હતું. રતપ્રચોમને મળવિસર્જન લગભગ પૂરું થયું હોવા છતાં કઈક રહી ગયું હોય એવું લાગ્યું. તેમણે હાથ લગાડીને જોતાં કૃમિ બહાર નીકળી રહ્યો હતો. એ લાંબોલચક કૃમિ ૩૨ ફુટનો હતો. ભાઈસાહેબે હિંમત કરીને આખો કૃમિ કાઢ્યો, પાણીથી સાફ કર્યો અને એની તસવીરો ખેંચી. અલબત્ત, ફોટોગ્રાફ્સ લીધા બાદ કૃમિને તેણે કમોડમાં જ સ્વાહા કરી નાખ્યો હતો.

offbeat news health tips