બે લાખ ફુટબૉલ્સ ભરી શકાય એવી વિશ્વની સૌથી મોટી શણની બૅગ

09 July, 2019 08:51 AM IST  |  બ્રિટન

બે લાખ ફુટબૉલ્સ ભરી શકાય એવી વિશ્વની સૌથી મોટી શણની બૅગ

વિશ્વની સૌથી મોટી શણની બૅગ

થોડા દિવસ પહેલાં ઇન્ટરનૅશનલ પ્લાસ્ટિક બૅગ ફ્રી દિવસની ઉજવણી નિમિત્તે બ્રિટનના બ્રૅડફર્ડની એક પ્રાઇમરી સ્કૂલમાં શણની એક જાયન્ટ બૅગ બનાવવામાં આવી હતી. કૉટનબૅગ કંપનીએ મળીને એ સ્કૂલના વિદ્યાર્થીઓની મદદથી બનાવેલી જૂટ ૨૨.૫ મીટર પહોળી અને ૧૪.૬ મીટર લાંબી છે. આ બૅગ જૂના સૌથી મોટા બૅગના રેકૉર્ડ કરતાં ૧૧.૬ મીટર લાંબી ૬.૧ મીટર પહોળી છે. નવ ડબલ ડેકર બસને ઉપરાઉપરી ઊભી કરો એટલી આ બૅગની કુલ હાઇટ છે. એમાં ૨,૦૮,૭૫૨ ફુટબૉલ અને વીસ લાખ પાણીની બૉટલ્સ સમાવી શકાય એમ છે.

આ પણ વાંચો : ઇઝરાયલમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે વપરાય છે ઇલેક્ટ્રિક સ્કૂટર

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍‍સ બનાવ્યા પછી હવે આ બૅગના નાના ટુકડા કરીને વિદ્યાર્થીઓને વહેંચી દેવામાં આવશે જેમાંથી તેઓ વાપરી શકે એવી નાની બૅગ અને અન્ય આઇટમ બનાવી શકે.

offbeat news hatke news