હરણને બ્રેડ-ફ્રૂટ ખવડાવવા બદલ ૩૯ હજારનો દંડ થયો આ મહિલાને

13 February, 2020 09:07 AM IST  |  Mumbai Desk

હરણને બ્રેડ-ફ્રૂટ ખવડાવવા બદલ ૩૯ હજારનો દંડ થયો આ મહિલાને

હરણ એક ભોળું પ્રાણી છે, જેને જોતાં જ એના મોહમાં પડી જવાય. અમેરિકાની કોલોરાડો શહેરની એક મહિલા હરણથી આકર્ષિત થઈને કાયદાની ચુંગાલમાં ફસાઈ ગઈ હતી. આ મહિલાએ તેના ઘરની નજીક આવેલાં ત્રણ હરણોને ઘરમાં બોલાવીને લિવિંગ રૂમમાં લઈ ગઈ અને એમને કેળાં, સફરજનના ટુકડા, ગાજર અને બ્રેડ ખાવા આપ્યાં અને ભૂખ્યાં હરણોએ એ ખાઈ પણ લીધું. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં પાર્ક અને વન વિભાગના અધિકારીઓએ મહિલાને ૩૯,૧૭૨ રૂપિયાનો દંડ ફટકાર્યો.

પાર્ક અને વન વિભાગના અધિકારીઓના મતે કોલોરાડોમાં જંગલી જાનવરોને પાળવાં ગેરકાયદે છે. મહિલાએ વન્ય જીવોની કુદરતી આદતો સાથે છેડછાડ કરી છે. ફળ અને બ્રેડ ખાવાની એમને આદત નથી હોતી. જો હરણોનું ટોળું દરવાજા સુધી આવ્યું હોય તો એમને એકલાં છોડી દેવાં જોઈએ. એમને ખાવા માટે કંઈ પણ આપવું ન જોઈએ, કેમ કે એનાથી એમને ફાયદાને બદલે નુકસાન થાય છે.

વર્ષોથી વેટરનરી ટેક્નિશ્યન તરીકે કામ કરતી દંડ ભરનારી લૉરી ડિક્શન જાનવરો સાથે કામ કરી ચૂકી છે. તેનું કહેવું છે કે જો જાનવરો આપણી પાસે આવે છે તો એનો અર્થ છે કે એમને આપણી મદદની જરૂર છે અને આ જ કારણસર મેં એમને ફળ ખવડાવ્યાં હતાં.

international news offbeat news