આ બે સાહસિકોએ જામી ગયેલા આર્કટિક મહાસાગરને ૮૭ દિવસમાં પાર કર્યો

11 December, 2019 01:31 PM IST  |  Mumbai Desk

આ બે સાહસિકોએ જામી ગયેલા આર્કટિક મહાસાગરને ૮૭ દિવસમાં પાર કર્યો

મૂળ દક્ષિણ આફ્રિકાના સ્વિટ્ઝરલૅન્ડમાં રહેતા ૫૩ વર્ષના માઇક હૉર્ન અને નૉર્વેના ૫૭ વર્ષના બોર્જ ઑસલૅન્ડે સાથે મળીને સ્કી દ્વારા આર્કટિક મહાસાગર પાર કરવાનું સાહસ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. બન્ને સાહસિકોએ ૨૫મી ઑગસ્ટે અલાસ્કા પાસે બોટ દ્વારા મહાસાગર ઓળંગવાનું સાહસ શરૂ કર્યું હતું અને ૧૨ સપ્ટેમ્બરથી તેમણે સ્કી દ્વારા જામેલા મહાસાગરને પાર કરવાનું ઍડવેન્ચર આરંભેલું. તેમના અંદાજ મુજબ ૬૦ દિવસમાં જે એક્સ્પીડિશન પૂરું થવાનું હતું એ લંબાઈને ૮૭ દિવસનું થઈ ગયું હતું. તેમની પાસે જરૂરી સામાનથી ભરેલી સ્લેજ ગાડી હતી, પણ છેલ્લું એક વીક તો તેમની પાસે કશું જ ખાવાનું બચ્યું નહોતું. અતિશય ઠંડી, પાતળો બરફ અને ખાવાની તંગીની વચ્ચે છેલ્લા થોડાક સમયમાં તેમણે બહુ જ કઠણાઈઓનો સામનો કર્યો હતો.

offbeat news