આ ભાઈ-બહેને ૨૪૦ કિલોનું ડિઝર્ટ બનાવીને રેકૉર્ડ કર્યો

15 March, 2020 09:53 AM IST  |  Mumbai Desk

આ ભાઈ-બહેને ૨૪૦ કિલોનું ડિઝર્ટ બનાવીને રેકૉર્ડ કર્યો

કૅનેડાના ઑન્ટારિયો ખાતેનાં મીઠાઈઓ ખાવાનાં શોખીન નાનકડાં બહેન-ભાઈ ૧૦ વર્ષની ઇલા અને પાંચ વર્ષના ઑસ્ટિને ૫૩૦ પાઉન્ડનો નનાઇમો બાર બનાવીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો.

કૅનેડાના ઑન્ટારિયો ખાતેનાં મીઠાઈઓ ખાવાનાં શોખીન નાનકડાં બહેન-ભાઈ ૧૦ વર્ષની ઇલા અને પાંચ વર્ષના ઑસ્ટિને ૫૩૦ પાઉન્ડનો નનાઇમો બાર બનાવીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. ઑન્ટારિયોના લેવાક સ્થિત નૉર્થ વેસ્ટ ફજ ફૅક્ટરીના માલિક ચૅન્ટેલ ગોર્હામનાં સંતાનો ઇલા અને ઑસ્ટિને જંગી કદનું થ્રી લેયર નનાઇમો બાર તરીકે ઓળખાતું ડિઝર્ટ બનાવ્યું હતું.
એ નનાઇમો બારમાં વેફર્સ, નટ્સ અને કોકોનટ ક્રમ્બ્સનો બેઝ, વચ્ચેના ભાગમાં કસ્ટર્ડ લેયર અને ચૉકલેટનું ટૉપિંગ કરવા માટે બન્ને બાળકોએ શાળામાંથી ઘરે પહોંચ્યા બાદ મહેનત કરી હતી. બે દિવસ પરિશ્રમ કરીને બધી વસ્તુઓનું સારી રીતે મિશ્રણ કર્યા પછી એને લાકડાના બીબામાં ઢાળ્યું હતું.

વિક્રમ નોંધવા માટે બાર પરંપરાગત વાનગીના સર્વસામાન્ય કદથી ૨૦૦ ગણું વધારે હોવું જોઈએ એવી ગિનેસ બુકના અધિકારીઓની સૂચનાના આધારે બાળકોએ કામ કર્યું હતું. તેમનો નનાઇમો બાર ૨૪૦ કિલો વજન ઉપરાંત ૮ ફુટ લાંબો, ૪૪ ઇન્ચ પહોળો અને ૩ ઇન્ચ ઊંચો બન્યો હતો. એ બારને કાપીને લોકોને ખાવા માટે આપતાં પહેલાં સાયન્સ નૉર્થ ખાતે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ એક્ઝિબિટ તરીકે ડિસ્પ્લે માટે મૂકવામાં આવશે.

international news offbeat news canada