ખડકોની વચ્ચે સીલનું બચ્ચું ફસાયું, બચાવી લેવાયું

05 January, 2020 01:19 PM IST  |  Mumbai Desk

ખડકોની વચ્ચે સીલનું બચ્ચું ફસાયું, બચાવી લેવાયું

ઇંગ્લૅન્ડના નૉર્થ ટાઇનસાઇડ પ્રાંતના વ્હિટલી બે શહેરના દરિયાકાંઠાની સામેના સેન્ટ મૅરીઝ આઇલૅન્ડના કાંઠાળ ખડકોની વચ્ચે એક સીલનું બચ્ચું ફસાયું હતું. ખડકોની વચ્ચેથી માથું અને મોઢું ઉપર કાઢતા સીલના બચ્ચાને જોઈને કેટલાક સ્થાનિક સ્વયંસેવકોએ એને બચાવવાનો ઉદ્યમ હાથ ધર્યો હતો. પહેલી જાન્યુઆરીએ એકાદ-બે જણે એ દૃશ્ય જોયું અને કૅમેરામાં કેદ પણ કર્યું. તેમણે સેન્ટ મૅરીઝ સીલ વૉચ સંસ્થા અને વન્યજીવ રક્ષક સંસ્થાના સ્વયંસેવકોને એ બાબતની જાણ કરી હતી. એ લોકોએ નાની સીલની પરેશાની ઘટાડવા અને એ કોઈને કરડે નહીં એ માટે એનું મોઢું ટૉવેલથી બાંધી દીધું હતું. ધીમે-ધીમે સ્વયંસેવકોએ એ ‘બેબી સીલ’ને બચાવી લીધી હતી.

offbeat news