હજારો પ્લાસ્ટિકનાં ફ્લૅમિંગો ગોઠવીને રિસૉર્ટે બનાવ્યો રેકૉર્ડ

27 February, 2020 01:38 PM IST  |  Mumbai Desk

હજારો પ્લાસ્ટિકનાં ફ્લૅમિંગો ગોઠવીને રિસૉર્ટે બનાવ્યો રેકૉર્ડ

અમેરિકાના સાઉથ કેરોલિનામાં આવેલા એક રિસૉર્ટના બગીચા પર એકસાથે ૩૭૫૩ પ્લાસ્ટિક ફ્લૅમિંગો ગોઠવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ અંકે કરવામાં આવ્યો હતો. ફ્રિપ આઇલૅન્ડ ગોલ્ફ ઍન્ડ બીચ રિસૉર્ટ દ્વારા બ્રેસ્ટ કૅન્સર ચૅરિટી માટે કાર્યરત સંસ્થા સાથે મળીને ૩૭૫૩ પ્લાસ્ટિકનાં ગુલાબી પક્ષીઓ એકત્રિત કરીને બગીચાના ઘાસ પર ગોઠવવામાં આવ્યાં હતાં અને એમ કરીને પ્લાસ્ટિકનાં ફ્લૅમિંગોની સૌથી લાંબી લાઇન તૈયાર કરવા બદલ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં નામ નોંધાવાયું હતું. આ અગાઉ ૨૨૫૩ પક્ષીનો રેકૉર્ડ હતો.
પ્લેજ પિન્ક રેસમાં ભાગ લેનારાઓને આવકારવા માટે ફિનિશલાઇન પાસે ફ્લૅમિંગો ગોઠવતાં પહેલાં તેમને રિસૉર્ટની લૉન પર ગોઠવવામાં આવ્યાં હતાં. આયોજકોનું કહેવું છે કે આ કંઈ માત્ર પ્લાસ્ટિકનાં પંખી નથી, પરંતુ દરેક પંખી એક મેમોગ્રામ માટે એકત્ર કરેલા ભંડોળનું પ્રતિનિધિત્વ કરે છે.

international news offbeat news