આ પ્રાઇવેટ ટાપુ વેચાવાનો છે 574 કરોડ રૂપિયામાં

10 June, 2019 08:56 AM IST  | 

આ પ્રાઇવેટ ટાપુ વેચાવાનો છે 574 કરોડ રૂપિયામાં

ટાપુ

કેરેબિયન સમુદ્રમાં આવેલા બહામાઝમાં એક એવો પ્રાઇવેટ ટાપુ છે જે છે સાવ નાનો, પરંતુ એની સુંદરતા સ્વર્ગથી કમ નથી. આ ટાપુ પર નવ બેડરૂમની ફુલ્લી ફર્નિશ્ડ વિલા છે. એની આસપાસ થોડાંક ગેસ્ટ-હાઉસિસ પણ છે.

ટાપુ પર ચોતરફ હરિયાળી છે. બીચની વચ્ચે સુધી જઈને રોમૅન્ટિક ડિનર કરી શકાય એવી ખાસ ગોઠવણ છે. વિશાળ સ્વિમિંગ પૂલ પણ છે.

બહામાઝની રાજધાનીથી સીપ્લેન દ્વારા અહીં પહોંચી શકાય છે. ૩૮ એકરમાં ફેલાયેલો લક્ઝુરિયસ સમૃદ્ધિવાળો આ ટાપુ વેચાવા નીકળ્યો છે. પંદર વર્ષ સુધી આ જાહોજલાલી માણ્યા પછી હવે તના માલિક આ ટાપુ વેચવા માગે છે અને એની કિંમત છે ૬૫ મિલ્યન પાઉન્ડ એટલે કે લગભગ ૫૭૪ કરોડ રૂપિયા.

bahamas offbeat news hatke news