ઑર્ગન ડોનેશન વિશે લોકજાગૃતિ ફેલાવવા એક લાખ કિલોમીટરની સફર કરી આ યુગલે

19 January, 2020 08:35 AM IST  |  Mumbai Desk

ઑર્ગન ડોનેશન વિશે લોકજાગૃતિ ફેલાવવા એક લાખ કિલોમીટરની સફર કરી આ યુગલે

અમેરિકામાં વસતા ભારતીય દંપતી અનિલ શ્રીવાસ્તવ અને તેમનાં પત્ની દીપાલીએ ઑર્ગન ડોનેશન બાબતે લોકજાગૃતિના અભિયાનમાં ૪૦૦ દિવસ સુધી ૪૩ દેશમાંથી પસાર થતાં ૧,૦૦,૦૦૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. ગિફ્ટ ઑફ લાઇફ ઍડ્વેન્ચરના ભાગરૂપે તેઓ અનેક વખત ફુટપાથ પર સૂઈ રહે છે. તેમની પત્ની કારમાં જમવાનું રાંધે છે અને બન્ને રોડ પર કાર પાર્ક કરીને ત્યાં જ રાતે સૂઈ જાય છે. લોકોની સામે ઉદાહરણ પ્રસ્તુત કરવા ૨૦૧૪માં પોતાની કિડનીનું દાન કરી ચૂક્યાં છે. સોશ્યલ મીડિયા પર આ દંપતીની સ્ટોરી ગિફ્ટ ઑફ લાઇફ ઍડ્વેન્ચરને અત્યાર સુધીમાં ૭૩,૦૦૦ લોકો શૅર કરી ચૂક્યા છે.

international news offbeat news