યુગલે જ્વાળામુખીથી જસ્ટ ૧૦ કિ.મી. દૂર ઊડતી રાખ વચ્ચે લગ્ન કર્યાં

14 January, 2020 10:52 AM IST  |  Mumbai Desk

યુગલે જ્વાળામુખીથી જસ્ટ ૧૦ કિ.મી. દૂર ઊડતી રાખ વચ્ચે લગ્ન કર્યાં

ફિલિપીન્સના સક્રિય જ્વાળામુખીમાંના એક તાલ જ્વાળામુખીને કારણે આસપાસના વિસ્તારોની હાલત બગડી ગઈ છે. જ્વાળામુખીની ઊડતી રાખ વચ્ચે પણ કેટલાક લોકો જીવનની ખુશીની પળોને માણવા તત્પર છે. ગયા રવિવારે જ્વાળામુખીના મોંમાંથી આગ અને રાખના ગોળા ઊછળી રહ્યા હતા એ જ વખતે એનાથી દસ કિલોમીટર દૂરના વિસ્તારમાં ચિનો અને કાટ વાફ્લોર નામના યુગલે લગ્નનાં વચનોની આપ-લે કરી હતી. વાતાવરણ એટલું ખરાબ હતું કે જો એ જગ્યાએ વધુ રહેવામાં આવ્યું હોત તો વધુ તબાહી થઈ જાત કેમ કે સોમવારની સવાર પડી ત્યાં સુધીમાં તો જ્વાળામુખીની આસપાસનો પંદર કિલોમીટરનો એરિયા રાખ અને લાવાના કીચડથી લદાઈ ચૂક્યો હતો.
રવિવારે સવારે જ્યારે આ યુગલે લગ્ન કર્યાં ત્યારે પણ તસવીરોમાં જ્વાળામુખીની છોળો ઊંચે સુધી ઊછળતી દેખાઈ હતી. લગ્ન ચાલી રહ્યાં હતાં ત્યારે મહેમાનો સતત સોશ્યલ મીડિયા અને સરકાર દ્વારા અપાતા અપડેટ્સ તપાસી રહ્યા હતા અને જો કંઈક અજુગતું થયું તો ત્યાંથી કેવી રીતે બધાને બચાવીને નીકળવું એ માટેની તૈયારીમાં હતા. જોકે યુગલ તો આવી કટોકટીની ક્ષણમાં જ લગ્ન કરવા મક્કમ હતું. મોસમ વિભાગનું કહેવું છે કે જ્યાંથી આ લાવા નીકળી રહ્યો છે એ દસ કિલોમીટર દૂર આવેલા તાલ લેકમાં પડશે અને એને કારણે સુનામી આવી શકે છે. આ જ કારણોસર એ વિસ્તારમાંથી ૮૦૦૦ લોકોને સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા છે.

international news offbeat news philippines