ચાલુ વૉશિંગ મશીનમાં ૨૦ મિનિટ ફસાયેલી આ બિલાડીને બચાવાઈ

11 December, 2019 01:15 PM IST  |  Mumbai Desk

ચાલુ વૉશિંગ મશીનમાં ૨૦ મિનિટ ફસાયેલી આ બિલાડીને બચાવાઈ

ઇંગ્લૅન્ડના લિવરપુલમાં બાવીસ વર્ષની કર્ટની ડ્રુરીએ વૉશિંગ મશીનમાં કપડાં નાખીને એ ચાલુ કર્યું ત્યારે બિલાડીનું ત્રણ મહિનાનું બચ્ચું અંદર કૂદી પડ્યું હતું એનો તેને ખ્યાલ જ નહોતો. વૉશિંગ મશીન ચાલુ કર્યાની છેક ૨૦ મિનિટ પછી કર્ટનીને મિયાંઉનો હળવો અવાજ આવ્યો હતો. એ સાંભળીને તે બઘવાઈ ગઈ. તરત જ તેણે મશીનનો સાઇડનો દરવાજો ખોલી નાખ્યો ત્યારે અંદરથી પેલું બિલાડીનું બચ્ચું બહાર આવીને પડ્યું. જોકે એ વખતે તે ભાનમાં નહોતું. કર્ટનીએ તાત્કાલિક એનો શ્વાસોચ્છ્વાસ અને હૃદયના ધબકારા શરૂ કરવાના પ્રયત્નરૂપે કાર્ડિયોપલ્મોનરી રિસસીટેશન (સીપીઆર)ની પ્રક્રિયા શરૂ કરી હતી. નવાઈની વાત એ છે કે એ પછી બિલ્લીના બચ્ચાને હોશ આવી ગયા. કર્ટની માટે આ ચમત્કાર જેવી ઘટના હતી, કારણ કે વૉશિંગ મશીન ખોલ્યું ત્યારે તે આઘાત પામી ગયેલી અને બિલાડીનું બચ્ચું બચશે એવી કોઈ આશા નહોતી. હવે કર્ટનીએ વૉશિંગ મશીન પાસે સૂચના લખી છે કે ‘મશીન સ્વિચ-ઑન કરતાં પહેલાં એમાં બિલાડી છે કે નહીં એની તપાસ કરજો.’

offbeat news