વિશ્વનો સૌથી મોંઘો વાઇન હંગેરીમાં : એક બૉટલની કિંમત ૨૮.૩૧ લાખ રૂપિયા

19 January, 2020 08:23 AM IST  |  Mumbai Desk

વિશ્વનો સૌથી મોંઘો વાઇન હંગેરીમાં : એક બૉટલની કિંમત ૨૮.૩૧ લાખ રૂપિયા

વાઇનના પ્રકાર અને વિશેષતાઓ માટે પૅરિસ અને સ્વિટ્ઝરલૅન્ડ કરતાં પૂર્વ યુરોપના દેશો વધારે મશહૂર છે. ૫૦૦-૭૦૦ રૂપિયાથી શરૂ કરીને લાખો રૂપિયાની કિંમતની વાઇનની બૉટલ્સ પૂર્વ યુરોપના દેશોમાં ઉપલબ્ધ થાય છે. હંગેરીમાં ૧૫ ડૉલર (અંદાજે ૧૦૦૦ રૂપિયા)થી બૉટલની કિંમત શરૂ થાય છે. તાજેતરમાં હંગેરીમાં વિશ્વનો સૌથી મોંઘો વાઇન બનાવવામાં આવ્યો હતો. રૉયલ તોકાજી નામના વાઇન મૅન્યુફૅક્ચરરે ૨૦૧૯માં લૉન્ચ કરેલા ‘એસેન્સિયા ૨૦૦૮ મૅગ્નમ ડિકેન્ટર’ની દોઢ લિટરની બૉટલની લિમિટેડ એડિશન બજારમાં મૂકવામાં આવી છે. એ એક બૉટલની કિંમત ૪૦,૦૦૦ અમેરિકન ડૉલર એટલે કે અંદાજે ૨૮,૩૧,૫૪૦ રૂપિયા છે. 

હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં પર્યટકોના આકર્ષણરૂપ તોકાજ પ્રાંતમાં આ વિન્ટેજ લિકરનું ઉત્પાદન કરવામાં આવે છે.

આ વાઇન ૨૩૦૦ના વર્ષની એક્સપાયરી ડેટ ધરાવે છે અને અત્યાર સુધીમાં ૧૧ બૉટલ વેચાઈ ચૂકી છે. બૉટ્રિટિસ નામની વેલ જે મોસમમાં ઊગે એ ત્રણેક મહિનાના ગાળામાં જ આ વાઇનનું ઉત્પાદન કરવામાં આવે છે.

offbeat news international news