સાત વર્ષ પહેલાંના એક ટ્વીટમાં કોરોના વાઇરસની આગાહી કરવામાં આવી હતી

16 March, 2020 09:41 AM IST  |  Mumbai Desk

સાત વર્ષ પહેલાંના એક ટ્વીટમાં કોરોના વાઇરસની આગાહી કરવામાં આવી હતી

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ‍્‌વિટર પર માર્કો એકોર્તેસ નામનું હૅન્ડલ ધરાવતા યુઝરે ૨૦૧૩ની ૩ જૂને એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘કોરોના વાઇરસ... ઇટ્સ કમિંગ’ એ ટ્વીટ હવે નેટ-યુઝર્સમાં ખૂબ લોકપ્રિય છે. એ ટ્વીટને ૧.૧૦ લાખ લાઇક્સ મળી છે. કોઈએ માર્કો એકોર્તેસ પર જૂની તારીખનું ટ્વીટ પોસ્ટ કરવા માટે હૅકિંગનો પણ આરોપ મૂકતી કમેન્ટ લખી છે. જોકે ડીન કુન્ત્ઝે લખેલી અને ૧૯૮૧માં પ્રકાશિત થ્રિલર નૉવેલ ‘આઇઝ ઑફ ધ ડાર્કનેસ’માં ‘વુહાન-૪૦૦’ નામના વાઇરસના પ્રકોપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

international news offbeat news coronavirus