મૅગ્નિફાઇંગ ગ્લાસથી 12 વર્ષના છોકરાએ ઘરના બગીચામાં આગ લગાડી

01 January, 2020 11:15 AM IST  |  Texas

મૅગ્નિફાઇંગ ગ્લાસથી 12 વર્ષના છોકરાએ ઘરના બગીચામાં આગ લગાડી

12 વર્ષના છોકરાએ ઘરના બગીચામાં આગ લગાડી

ટીનેજની મોજ-મસ્તી અનોખી હોય છે. અમેરિકાના ટેક્સસ પ્રાંતના રહેવાસી કૅડન નામના ૧૨ વર્ષના છોકરાને તેના કુટુંબે ક્રિસમસ ગિફ્ટમાં મૅગ્નિફાઇંગ ગ્લાસ આપ્યો, કારણ કે તેને વાંચનનો જબરો શોખ હતો. જોકે રમતિયાળ કૅડનને મૅગ્નિફાઇંગ ગ્લાસનો તાત્કાલિક પ્રયોગ કરવાનું મન થયું. ૨૫ ડિસેમ્બરે ગિફ્ટ હાથમાં આવતાં જ તેણે ઘરની બહારના બગીચાની લૉનમાં મૅગ્નિફાઇંગ ગ્લાસ વડે સૂર્યપ્રકાશને કેન્દ્રિત કર્યો. ઘાસ સૂકું હોવાથી એમાં આગ લાગી. આગ ઘાસમાં સારીએવી ફેલાઈ પણ ખરી, પણ પેરન્ટ્સે તાત્કાલિક બે-પાંચ બાલદી પાણી રેડતાં સહેલાઈથી આગ બુઝાઈ પણ ગઈ.

આગમાં કોઈને ઈજા ન થઈ અને કૅડનની એ મસ્તીને માફ પણ કરવામાં આવી હતી, પરંતુ કૅડનની મમ્મી એ ઘટનાના ફોટોગ્રાફ્સ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પોસ્ટ કરવાની લાલચ રોકી શકી નહોતી.

આ પણ વાંચો : મુરતિયાએ ચાલુ લગ્નમાં જ પત્નીની સેક્સ-ટેપ પ્રોજેક્ટર પર બતાવી

કૅડને ક્રિસમસ ગિફ્ટમાં મૅગ્નિફાઇંગ ગ્લાસ માગ્યો અને મમ્મી-પપ્પાએ નાતાલના દિવસે તેને એ ગ્લાસ લાવી આપ્યો. કૅડનને પુસ્તક વાંચવાનો શોખ હોવાથી પેરન્ટ્સને એ ભેટ આપવાનું ગમ્યું, પરંતુ દીકરાને એ ગ્લાસ સૂર્યપ્રકાશની આડે ધરવાનું મન થશે એ બાબત તેમના ધ્યાનમાં આવી નહોતી. જોકે કૅડન અને તેના બે ભાઈઓએ નવી ભેટ વડે પહેલાં એક કાગળ પર બે કાણાં પાડ્યાં અને પછી બગીચાના ઘાસનો વારો કાઢ્યો હતો.

texas offbeat news hatke news