મુખ્યપ્રધાનનો કૂતરો મર્યો, તો ડોક્ટર સામે નોંધાઈ ગઈ FIR

15 September, 2019 03:31 PM IST  |  તેલંગાણા

મુખ્યપ્રધાનનો કૂતરો મર્યો, તો ડોક્ટર સામે નોંધાઈ ગઈ FIR

કે. ચંદ્રશેખર રાવ (ફાઈલ ફોટો)

સત્તાની દાદાગીરીના મામલા ફક્ત ઉત્તર પ્રદેશ અને બિહારમાં નથી સામે આવતા, જ્યાં ભેંસ અને અન્ય પાલતૂ પશુની ચોરી થવા પર આખું તંત્ર તેમને શોધવામાં લાગી જાય છે. સત્ય તો એ છે કે સત્તાની તાકાત ભૌગોલિક સીમાઓની પાર પણ દેખાય છે. જેનું તાજું ઉદાહરણ તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવ અને તેમના મૃત શ્વાર હસ્કી સાથે જોડાયેલો છે. બીમાર હસ્કીનો ઈલાજ કરનાર વેટરનિટી ડોક્ટરો વિરુદ્ધ બંજારા હિલ્સ પોલીસે ફરિયાદ નોંધી છે. જો વેટરનરી ડોક્ટર સામેના આરોપ સિદ્ધ થાય, તો તેમને જેલ થઈ શકે છે. જો કે આ સમાચાર સામે આવતા જ વિપક્ષે કેસીઆર સામે મોરચો ખોલ્યો છે.

તાવથી મર્યો હતો હસ્કી

મળતી માહિતી અનુસાર કે. ચંદ્રશેખર રાવના સત્તાવાર નિવાસ પર એક પાલતુ શ્વાન હસ્કીનું બીમારી બાદ મૃત્યુ નીપજ્યું. શ્વાનના મોત બાદ પોલીસે એનિમલ કૅર ક્લિનિકના ડોક્ટર લક્ષ્મી અને ડોક્ટર રંજીત પર IPCની કલમ 429 અને 11 અંતર્ગત FIR નોંધાવી હતી. 11 મહિનાના પાલતૂ શ્વાન હસ્કી બુધવાર સાંજ સુધી સારો હતો. સાંજે અચાનક હસ્કી બીમાર પડી ગયો. તપાસમાં હસ્કીને 101 ડિગ્રી તાવ હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટરોએ હસ્કીને દવા આપીને એનિમકલ કેર ક્લીનિકમાં શિફ્ટ કર્યો હતો, જ્યાં તેનું મોત થયું.

આ પણ વાંચોઃદોઢ લાખનું મંગળસૂત્ર ગળી ગયા આ નંદી મહારાજ, પછી થયું કંઇક આવું...

વિપક્ષનો પ્રહાર

બાદમાં વેટનરનરી ડોક્ટરો વિરુદ્ધ લાપરવાહી દાખવવાનો આરોપ લાગ્યો અને ફરિયાદ નોંધવામાં આવી. મળતી માહિતી પ્રમાણે સીએમ આવાસમાં 9 પાલતુ શ્વાન છે અને આસિફ અલી ખાન તેના કેરટેકર છે. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે સીએમની ટીકા કરતા આરોપ લગાવ્યો છે કે હૈદરાબાદ અને તેલંગાણાના અન્ય વિસ્તારોમાં ડેન્ગ્યુ પર સરકાર ધ્યાન નથી આપી રહી. કોંગ્રેસના નેતા અને સાંસદ એ રેવંથ રેડ્ડીએ સવાલ કર્યો,'સ્વર્ણિમ તેલંગાણાના લોકો પ્રગતિ ભવનના શ્વાન જેટલું મહત્વ નથી ધરાવતા ? કોંગ્રેસના પ્રવક્તા શ્રવણ દસોજુએ કહ્યું કે જીવન પાલતૂ કૂતરા કરતા વધુ મહ્તવના નથી શું?''

offbeat news hatke news national news telangana