એકસરખા ૫૫,૦૦૦ પેમેન્ટ સ્ટેટમેન્ટ પૉસ્ટ કરવા ૨૧ લાખ રૂપિયા ખર્ચ્યા

06 February, 2020 10:18 AM IST  |  Mumbai

એકસરખા ૫૫,૦૦૦ પેમેન્ટ સ્ટેટમેન્ટ પૉસ્ટ કરવા ૨૧ લાખ રૂપિયા ખર્ચ્યા

અમેરિકાના ઓહાયોના ટ્વિન્સબર્ગમાં રહેતા ડેન કેઇનને તેની દીકરીના ટ્યુશન લોન કંપનીએ એકસરખા ૫૫,૦૦૦ પેમેન્ટ સ્ટેટમેન્ટના લેટર્સ મોકલ્યા હતા. એક બૉક્સમાં ૭૦૦ પત્ર એમ કુલ ૭૯ બૉક્સમાં મોકલવામાં આવેલા આ પત્રો પર કંપનીને ૨૧ લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. કેઇનને પૉસ્ટમૅને તેના નામના ઢગલો પત્રો પૉસ્ટ ઑફિસમાં આવ્યા હોવાનું જણાવતાં તે બે વખત ટ્રકમાં ભરીને આ પત્રો ઘરે લઈ આવ્યા હતા. મીડિયામાં વાત જાહેર થતાં એવન્યુ સ્ટુડન્ટ લોન કંપનીએ પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી.

ડેન કેઇનના મતે લોન કંપનીએ ઋણમાં ખોટું વ્યાજ ગણતાં આ ભૂલ થઈ હતી. જોકે કંપનીએ તેના દાવાનો નકારી કાઢતાં ડુપ્લીકેટ મેલ સિસ્ટમની ભૂલ ગણાવી જલદી પત્રો પાછા મગાવી લેવાનું જણાવ્યું હતું. ડેન કેઇને કહ્યું હતું કે કંપની ફરી વાર આવા પેમેન્ટ લેટર્સ મોકલશે તો એ લેટર્સ સ્વીકારવાને બદલે પાછા મોકલી આપશે.

યુએસ પૉસ્ટલ સર્વિસના પ્રવક્તા નાદિયા ઢેલાઈએ કહ્યું હતું કે એક જ વ્યક્તિના નામે આટલા બધા પત્રો આવવાનો આવો કેસ અમે પહેલી વાર જોયો છે.

offbeat news international news