1700 વર્ષ પહેલાં ડૂબેલા જહાજમાંથી મળ્યા રોમન સામ્રાજ્યના 100 કૂંજા

30 September, 2019 10:34 AM IST  |  સ્પેન

1700 વર્ષ પહેલાં ડૂબેલા જહાજમાંથી મળ્યા રોમન સામ્રાજ્યના 100 કૂંજા

રોમન સામ્રાજ્યના 100 કૂંજા

સ્પેનના બૅલેરિક આઇલૅન્ડના મેઝોરકા બીચથી થોડે જ દૂર દરિયાના પેટાળમાંથી એક જહાજના અવશેષો મળી આવ્યા છે. સામુદ્રિક નિષ્ણાતોના કહેવા મુજબ આ શિપ લગભગ ૧૭૦૦ વર્ષ પહેલાંનું હોવાનું મનાય છે. આમ તો આ વહાણનો ભંગાર ફેલિક્સ અલાર્કોન અને તેની પત્નીને જુલાઈ મહિનામાં જોવા મળેલું. જોકે એ પછીથી નિષ્ણાતોની ટીમે આ ભંગારને ખંખોળ્યો હતો અને એમાં શું હતું એની તપાસ કરી. એ ખજાના પરથી ૧૭૦૦ વર્ષ પહેલાંની જીવનશૈલી અને સંસ્કૃતિનો અંદાજ મેળવવાનો પુરાતત્ત્વવિદોનો ઇરાદો હતો. નવાઈની વાત એ છે કે એમાંથી નિષ્ણાતોને ૨૦૦ જેટલા કૂંજા મળી આવ્યા જેની પર રોમન સામ્રાજ્યની છાપ છે. એમાંથી ૧૦૦ જેટલા જાર તો હજીયે સારી સ્થિતિમાં છે અને વાપરી શકાય એમ છે.

આ પણ વાંચો : ચીનમાં ભૂતપૂર્વ મેયરના ઘરમાંથી મળી 11793 કિલો વજનની સોનાની ઇંટો

પુરાતત્ત્વવિદોનું માનવું છે કે આ કૂંજા માછલીની ચટણી, ઑલિવઑઇલ, ફ્રૂટ વાઇન કે આલ્કોહોલ જેવા પ્રવાહીને સાચવવા માટે વપરાતા હશે. જહાજના મોટા ભાગના દરવાજા એકદમ કાટ ખાઈને જામ થઈ ગયા હોવાથી ખૂલતા નથી. અત્યારે તો સ્પેનિશ નૅવીના સ્કૂબા ડાઇવરોએ કૂંજા બહાર કાઢવાનું કામ કર્યું છે અને એને મેલોર્કા મ્યુઝિયમમાં મોકલી દેવાયા છે. 

spain offbeat news hatke news