છ વર્ષના છોકરાએ ૩,૨૭૦ પુશ-અપ્સ કરીને ઇનામમાં ઘર અને ગાડી મેળવ્યાં

15 July, 2019 08:29 AM IST  |  રશિયા

છ વર્ષના છોકરાએ ૩,૨૭૦ પુશ-અપ્સ કરીને ઇનામમાં ઘર અને ગાડી મેળવ્યાં

કસરત કરવાથી તન અને મન બન્ને સ્વસ્થ થાય છે. જોકે રશિયામાં રહેતા ૬ વર્ષના છોકરાને તો કસરત કરવાથી મન પ્રસન્ન થઈ જાય એવું ઇનામ પણ મળ્યું. નોવી રેદાંત શહેરમાં રહેતા ઇબ્રાહિમ લિયોનોવ નામના ૬ વર્ષના છોકરાએ તાજેતરમાં સતત ૩૦૦૦ પુશ-અપ્સ લગાવ્યાં હતાં. તેના આ કારનામા પર ફિટનેસ માટે કામ કરતી રશિયાની સ્થાનિક સ્પોર્ટ્સ ક્લબનું ધ્યાન ગયું. આ ક્લબે ખૂબ થઈને તેના પરિવારજનોને સપોર્ટ કરવા એક અપાર્ટમેન્ટ ગિફ્ટ આપ્યું. યુટ્યુબ પર વાઇરલ થયેલા એક વિડિયોમાં ઇબ્રાહિમ જે રીતે લગાતાર પુશ-અપ્સ કરતો દેખાય છે એ કોઈ અનુભવી ફિટનેસ-એક્સપર્ટને પણ ઝાંખા પાડી દે એવું છે. ઇબ્રાહિમ અને તેના પિતા આ ક્લબના રેગ્યુલર મેમ્બર છે. તે આ પુશ-અપ પ્રતિયોગિતા જીતવા માટે રોજ ટ્રેઇનિંગ લેતો આવ્યો છે.

આ પણ વાંચોઃ શરત જીતવા માટે જીવતી ગરોળી ખાઈ લીધી, ૧૦ દિવસ પછી ઇન્ફેક્શનને કારણે થયું મોત

ઇબ્રાહિમ એકલો નથી જેની ફિટનેસ જોઈને તેને મોંઘું ઇનામ મળ્યું હોય. ગયા વર્ષે પાંચ વર્ષના એક છોકરાએ ૪૧૫૦ પુશ-અપ્સ કર્યાં હતાં. એ જોઈને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સહયોગી રમઝાન કાદિરોવે છોકરાને ઇનામમાં મર્સિડીઝ કારની ચાવી પકડાવી દીધી હતી.

offbeat news news hatke news