પિતાએ પુત્રને ભૂલથી ગિફ્ટમાં આપી દીધા 2600 કરોડના બે પ્લેન !!!

01 September, 2019 12:01 PM IST  |  સાઉદી અરબ

પિતાએ પુત્રને ભૂલથી ગિફ્ટમાં આપી દીધા 2600 કરોડના બે પ્લેન !!!

આ હેડલાઈન વાંચીને તમે ચોંક્યા કે પછી આશ્ચર્યથી તમારું મોઢુ ખુલ્લુ રહી ગયું. તમને પણ કોઈ આવી ગિફ્ટ આપે તો તમે ના ના જ પાડોને ને!! અમેય લઈ લઈએ. પણ અહીં રસપ્રદ વાત એ છે કે આ પિતાએ ભૂલથી 2600 કરોડના પ્લેન ગિફ્ટમાં આપ્યા. આપણને સ્હેજેય સવાલ થાય છે કે ભૂલ ભૂલમાં કોઈ 2600 કરોડ જેટલી અધધધધ રકમ કેવી રીતે ખર્ચી શકે. પરંતુ ભઈ આ તો સાઉદી અરબના શેખ છે, જેમના ઘર પણ સોનાના હોય છે.

આમ તો ગિફ્ટ ખરીદવી એ આપણા માટે સૌથી મોટી મૂંઝવણ હોય છે. પહેલી તકલીફ હોય બજેટની, બીજી હોય ગિફ્ટ પસંદ કરવાની કે સામેવાળાને ગમશે કે નહીં. કામ લાગશે કે નહીં. અને જ્યારે પિતા પોતાના પુત્રને ગિફ્ટ આપવાનું વિચારે તો તેના મનમાં એક જ વિચાર હોય કે સૌથી વધુ લાગણીશીલ અને પ્રેશિયસ ગિફ્ટ આપે. જો કે સાઉદી અરબના એક પિતાએ પોતાના પુત્રને ગિફ્ટ આપવા ભૂલથી સાચા વિમાન ખરીદી લીધા.

સાઉદી અરબના આ પિતાએ પોતાના પુત્રને ભૂલથી A350-100S વિમાન ગિફ્ટમાં આપ્યું. એટલું જ નહીં 2600 કરોડના વિમાનની કિંમત તેમને વ્યાજબી પણ લાગી. આ પિતાનું કહેવું છે કે તેના પુત્રને વિમાન ખૂબ ગમે છે. એટલે તેને રિમોટથી ઉડાડી શકાય તેવું નાનું વિમાન ગિફ્ટ આપવાનું હતું. આ વિમાનનો ઓર્ડર આપવા તેમણે એરબસ કંપનીમાં ફોન કર્યો, પણ તેમનું અંગ્રેજી સારુ ન હોવાથી ગેરસમજણ ઉભી થઈ. અને કંપનીએ મને વિમાનના ઈન્ટિરિયર તેમજ એક્ટિરીયર અંગે સવાલો પૂછ્યા. સાઉદીના આ વ્યક્તિને લાગ્યું કે તેઓ રમકડાનું સારું વિમાન બનાવશે.

આ પણ વાંચોઃ જરા જુઓ આ ભાઈની કરામત...બનાવી ડબલ-ડેકર કાર

આ કંપનીએ સાઉદીના વ્યક્તિ પાસેથી 329 મિલિયન યુરોમાં ખરીદ્યા. ભૂલથી વિમાન તો ખરીદી લીધા પણ આ સાઉદી અરબના પિતાને 2600 કરોડ તો વ્યાજબી લાગી રહ્યા છે. !!!

saudi arabia offbeat news hatke news