ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા રશિયન સૉલ્જરે ૧૬ વૉર-ટૅન્કથી બનાવ્યું દિલ

20 February, 2020 08:53 AM IST  |  Mumbai Desk

ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા રશિયન સૉલ્જરે ૧૬ વૉર-ટૅન્કથી બનાવ્યું દિલ

રશિયન સૉલ્જરે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે અપનાવેલી અનોખી સ્ટાઇલનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. રશિયાની ડિફેન્સ મિનિસ્ટ્રીએ ગયા શુક્રવારે વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે બહાર પાડેલા વિડિયોમાં મૅરેજ માટે પ્રપોઝ કરતી વેળા કપલની ફરતે ૧૬ ટૅન્ક્સને હાર્ટ શેપમાં ગોઠવી હતી. લેફ્ટનન્ટ ડેનિસ કન્ઝાન્ત્સેવે મૉસ્કોની બહારના અલાબિનો ટ્રેઇનિંગ ગ્રાઉન્ડમાં લાંબા વખતની ગર્લફ્રેન્ડ ઍલેક્ઝાન્ડ્રા કૉપીતોવાને પ્રપોઝ કર્યું ત્યારે T-72B3 ટૅન્ક્સ આસપાસ હાર્ટ શેપમાં ગોઠવાયેલી હતી. લેફ્ટનન્ટ કમાન્ડર ડેનિસ કન્ઝાન્ત્સેવ તેમની પ્રેમિકા ઍલેક્ઝાન્ડ્રાને મેદાનની મધ્યમાં દોરી ગયા અને ઘૂંટણિયે પડીને લાલ ગુલાબ આપતાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. રોમૅન્ટિક પ્રસંગે આસપાસ ગોઠવાયેલી ટૅન્ક્સ સામાન્ય રીતે મૉસ્કોના રેડ સ્ક્વેરમાં યોજાતી ઍન્યુઅલ વિક્ટરી પરેડમાં સામેલ થતી હોય છે.

offbeat news international news