રુબિક ક્યુબમાંથી બનેલા પ્રિન્સ હેરીના મોઝેઇકે તોડ્યો રેકૉર્ડ

15 October, 2019 12:53 PM IST  |  મુંબઈ ડેસ્ક

રુબિક ક્યુબમાંથી બનેલા પ્રિન્સ હેરીના મોઝેઇકે તોડ્યો રેકૉર્ડ

લંડન સ્થિત રુબિક ક્યુબ પઝલ બનાવતી કંપનીએ આ ક્યુબની ગોઠવણી દ્વારા પ્રિન્સ હેરીના ચહેરાનું મોઝેઇક તૈયાર કર્યું છે. રુબિક ક્યુબ પઝલ સૉલ્વ કરવાના ચૅમ્પિયન જ્યૉર્જ શોલેએ ૩૦૮ વૉલન્ટિયર્સને કઈ રીતે આ પઝલ સૉલ્વ કરાય એ શીખવ્યું હતું. એ પછી વૉલન્ટિર્સે મળીને ૧૫૭૫ રુબિક ક્યુબ્સ વાપરીને ૮.૪ ફુટ બાય ૬.૭ ફુટનું મોઝેઇક બનાવ્યું હતું જે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં વિક્રમ તરીકે નોંધાયો હતો.

offbeat news london