બદામના છોડ ચરી જવા બદલ બે બકરીઓને પોલીસે અરેસ્ટ કરી

14 September, 2019 12:31 PM IST  |  મુંબઈ ડેસ્ક

બદામના છોડ ચરી જવા બદલ બે બકરીઓને પોલીસે અરેસ્ટ કરી

બે બકરીઓની થઈ ધરપકડ

તેલંગણામાં ‘સેવ ધ ટ્રીઝ’ નામની એક સ્વૈચ્છિક સંસ્થાએ કરીમનગર જિલ્લાના હજુરાબાદ શહેરમાં લગભગ ૯૮૦ જંગલી બદામના છોડ રોપ્યો હતા. આ છોડની સારસંભાળ પણ સંસ્થા દ્વારા રાખવામાં આવતી હતી. જોકે છેલ્લા કેટલાક વખતથી તેમને ખબર પડી હતી કે બે બકરીઓ આવીને બદામના છોડના કૂમળા પાન ચરી જાય છે. એને કારણે લગભગ ૧૫૦થી ૨૦૦ છોડને પારાવાર નુકસાન પહોંચ્યું હતું. આખરે સંસ્થાના કાર્યક્રતાઓએ આ બે બકરીઓને છોડ ચરતી રંગેહાથે પકડી હતી અને પોલીસને હવાલે કરી હતી. પોલીસ-સ્ટેશનની બહાર બન્ને બકરીઓને ત્યાં જ ખૂંટો મૂકીને બાંધવામાં આવી હતી. ભારતીય કાનૂન મુજબ પશુઓને સજા આપવાનું કોઈ પ્રાવધાન ન હોવાથી પોલીસે બન્ને બકરીઓના માલિક ડી. રાજાને પોલીસ-સ્ટેશન બોલાવ્યો હતો અને છોડને થયેલા નુકસાન બદલ ૧૦૦૦ રૂપિયા ભર્યા પછી જ બકરીઓને છોડવામાં આવશે એવું કહ્યું. પોલીસ અધિકારીનું કહેવું છે આવું કરવાથી પાળતુ પ્રાણીઓના માલિકો પબ્લિકની પ્રૉપર્ટીમાં ગમે ત્યાં પ્રાણીઓને ચરવા માટે છોડી દેતાં પહેલાં વિચાર કરશે.

offbeat news