જેલમાં ફ્રીમાં પ્રીમિયમ ટીવી ચૅનલ જોઈ શકાય એ માટે યુવકે ગુનો કર્યો

18 September, 2019 10:35 AM IST  |  પૅરિસ

જેલમાં ફ્રીમાં પ્રીમિયમ ટીવી ચૅનલ જોઈ શકાય એ માટે યુવકે ગુનો કર્યો

પ્રતીકાત્મક તસવીર

દરેક વખતે કોઈકને જેલમાં પૂરવા એ તેને સજા જ લાગે એ જરૂરી નથી. કેટલાક લોકો માટે મુક્ત જિંદગી એટલી દોજખ જેવી હોય છે કે તેઓ નાની-અમથી સુવિધાઓ મેળવવા માટે પણ જેલભેગા થવા તલપાપડ થતા હોય છે. પૅરિસમાં ૨૫ વર્ષના એક યુવકે જેલમાં જવા માટે ખાસ બેથી ત્રણ જગ્યાએ ચોરી કરી એટલું જ નહીં, પોતાને પકડવામાં સરળતા રહે એ માટે તેણે એક જગ્યાએ ડીએનએ સેમ્પલ્સ છોડ્યાં તો બીજે પોતાની ઓળખ છતી થાય એવા પુરાવાઓ મૂક્યા. ઑબ્વીયસલી આ પુરાવાઓને આધારે તે પકડાઈ પણ ગયો. જોકે કોર્ટમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેં આટલી નજીવી અને નકામી ચોરીઓ કેમ કરી? ત્યારે ભાઈસાહેબે જે કહ્યું એ જજ માટે પણ ચોંકાવનારું હતું. જેલમાં ફ્રીમાં ટીવી જોઈ શકાય એમ હોવાથી તેને જેલમાં જવું હતું. ફ્રાન્સમાં પ્રીમિયમ ટીવી ચૅનલ સિરીઝ કૅનલ પ્લસનું મન્થલી સબસ્ક્રિપ્શન પૅક ૧૧ ડૉલર એટલે કે ૭૮૫ રૂપિયા છે. આ જેલમાંના કેદીઓ માટે ફ્રી છે. મોટા ભાગની ટીવી ચૅનલો જેલમાં ફ્રીમાં જોઈ શકાય છે. જે નવી આવેલી ચૅનલોનું પ્રીમિયમ હોય છે એ પણ જો કોઈ એક કેદી ભરી લે તો એની સાથે બીજા લોકો ફ્રીમાં સાથે જોઈ શકે છે એટલે સરવાળે બધા કેદીઓને સારું પડે છે.

આ પણ વાંચો : ચાર વર્ષથી એક જ જગ્યાએ બેસીને રાહ જોતા ડૉગીનો માલિક સાથે થયો મેળાપ

જેલમાં જવાનું આ નવું કારણ છે. જોકે આવા વિચિત્ર કારણો કંઈ નવા નથી. એક ભાઈએ બૅન્ક લૂંટી હતી કેમ કે તેઓ પોતાની પત્નીથી છુટકારો મેળવીને જેલમાં શાંતિથી રહેવા માગતા હતા.

paris offbeat news hatke news