એક ડૉગીએ એકસાથે ૨૧ ગલૂડિયાંને જન્મ આપ્યો

06 December, 2019 09:05 AM IST  |  UK

એક ડૉગીએ એકસાથે ૨૧ ગલૂડિયાંને જન્મ આપ્યો

શ્વાને એક સાથે 21 ગલૂડિયાંને આપ્યો જન્મ

એક બ્રિટિશ ડૉગીએ એકસાથે ૨૧ પપીને કુદરતી રીતે જન્મ આપીને નવો વર્લ્ડ રેકૉર્ડ સરજ્યો છે. ગ્રેટ ડૅન અને અમેરિકન બુલડૉગના ક્રૉસબ્રીડની મૅરી જેને એકસાથે અસાધારણ બ્રીડનાં ૨૧ પપીને જન્મ આપતાં એમજેના હુલામણા નામે ઓળખાતી મૅરી જેનના માલિક જેન હાઇનને સુખદ આંચકો લાગ્યો હતો.
ડૉક્ટરોએ શરૂઆતમાં એમજેને ૬થી ૮ પપી થવાની ધારણા વ્યક્ત કરી હતી. જોકે પપીના જન્મનો સમય નજીક આવ્યો એ સમયે કરાયેલા સ્કૅનમાં એમજેના ગર્ભમાં આઠ કરતાં વધુ પપી હોવાની શક્યતા જણાઈ હતી.
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં અત્યારે સૌથી વધુ પપીને જન્મ આપનાર ડૉગી તરીકે ૨૦૦૪માં ૨૪ પપીને જન્મ આપનારી કૅમ્બ્રિજશરની ટિયા નામની નેપોલિયન મૅસ્ટિફ બ્રીડની ડૉગીનું નામ નોંધાયેલું છે. જોકે એ સિઝેરિયનથી થયાં હતાં. એમજેને કુદરતી રીતે ડિલિવરી થઈ હોવાથી એનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાય એવી શક્યતા છે.
એમજેને ફક્ત ૯ નિપલ છે અને પપી ૧૪ છે એથી દર બે કલાકે બચ્ચાંને ફીડ કરાવવાની જવાબદારી જેન હાઇન અને તેની ટીમની રહે છે. ટિયાનાં બધાં જ ૨૧ પપી જીવતાં હતાં, જ્યારે એમજેનાં પપી મૃત જન્મ્યાં હતાં અને એક પપી ૨૦ નવેમ્બરે જન્મ પછી તરત જ મરી ગયું હતું. બાકી બચેલાં ૧૪ પપીને ચૉકલેટ બાર પરથી નામ આપવામાં આવ્યાં છે. પપીની સંભાળ રાખી શકાય એ માટે જેન હાઇન પપી માટે ઘરે જ તૈયાર કરેલા એમજે અને તેનાં ૧૪ પપી સમાઈ શકે એટલા મોટા ઘોડિયાની બાજુમાં રસોડામાં જ સૂઈ જાય છે.
મોટા ભાગના પપીને દત્તક આપવામાં આવશે. બે પપી તો થોડા સમયમાં જ  યૉર્કશરમાં રૉથરહૅમના એક પરિવાર પાસે જશે. બીજી વખતની ડિલિવરીમાં આના કરતાં વધુ સંખ્યામાં પપીને જન્મ આપવાની શક્યતા હોવાનું જાણ્યા બાદ જેન હાઇને એમજેનું ઑપરેશન કરાવી દીધું છે. ‍

offbeat news hatke news