59 વર્ષના ભાઈના નાકમાં ઊગ્યો દાંત, સર્જરી કરીને કાઢવો પડ્યો

24 February, 2019 08:47 AM IST  | 

59 વર્ષના ભાઈના નાકમાં ઊગ્યો દાંત, સર્જરી કરીને કાઢવો પડ્યો

ગજબ છે નાકમાં ઉગ્યો દાંત

બ્રિટિશ મેડિકલ જર્નલમાં તાજેતરમાં એક કિસ્સો નોંધાયો છે. એમાં દર્દી નામ જાહેર કરવામાં નથી આવ્યું, પરંતુ તેની મેડિકલ હિસ્ટરી જબરી અચરજ પમાડે એવી છે. ૫૯ વર્ષના એક ભાઈને લગભગ ત્રણેક વર્ષથી નાકમાંથી ખૂબ પાણી વહેતું. શરદી ન હોવા છતાં પાણી વહેતું. ધીમે-ધીમે તેમને સ્મેલ પારખવામાં પણ મુશ્કેલી નડવા લાગી. છેલ્લાં બે વર્ષથી તો એવી હાલત થઈ કે તેમને એક નસકોરા વાટે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થવા લાગી. સ્વાભાવિક રીતે લક્ષણો પરથી ડૉક્ટરો તેમને સાઇનસની તકલીફ હશે એવું ધારતા હતા. કદાચ નાકની અંદરની હાડકી વધતી હશે એવું નિદાન પણ થયું. જોકે જ્યારે ડૉક્ટરે નાકની ઊંડે કૅમેરાવાળું સાધન નાખીને તપાસ કરી ત્યારે ખબર પડી કે એમાં તો કડક અને સફેદ રંગનો દાંત ઊગી રહ્યો છે.

આ પણ વાંચો : આ દેશમાં Whatsapp, Facebook, Twitter વાપરવા પર લાગે છે ટેક્સ

બે વર્ષમાં દાંત એટલો મોટો થઈ ચૂક્યો હતો કે એક નસકોરાથી દર્દી શ્વાસ પણ લઈ શકતો નહોતો. ડૉક્ટરોએ દર્દીને રાહત થાય એ માટે સર્જરી કરીને દાંત રીમૂવ કરી દીધો છે. જોકે આવું કેવી રીતે શક્ય બન્યું એ બાબતે ડૉક્ટરો પાસે પણ કોઈ જવાબ નથી. હા, ૧૯૫૯થી ૨૦૦૮ દરમ્યાન મેડિકલ હિસ્ટરીમાં આવા ૨૩ કેસ નોંધાયા છે અને એકેય કેસમાં નાકમાં દાંત ઊગવાનું કારણ પકડાયું નથી.

offbeat news hatke news