દહીહંડીમાં બને એવો માનવ પિરામિડ જપાનમાં જિમ્નેસ્ટિક્સમાં બનાવાય છે

31 October, 2019 11:32 AM IST  |  જપાન

દહીહંડીમાં બને એવો માનવ પિરામિડ જપાનમાં જિમ્નેસ્ટિક્સમાં બનાવાય છે

માનવ પિરામિડ

મુંબઈમાં ગોવિંદાઓ જેમ એકબીજાના ખભે ચડીને ઊંચો પિરામિડ બનાવે છે એવું જ, પરંતુ થોડોક જુદો પિરામિડ જપાનમાં પણ બને છે. કુમિતાસો નામે ઓળખાતી આ પ્રક્રિયામાં માણસો ઊભા નહીં, પરંતુ ચાર પગે બેઠેલા હોય છે. મોટા ભાગે વિદ્યાર્થીઓને આ ગેમ રમાડવામાં આવે છે. ટીમવર્કનો પાઠ ભણાવવા અને સહનશક્તિની કસોટી થાય એ માટે કુમિતાસો ટીનેજથી જ જિમ્નેસ્ટિક ફૉર્મેશન રૂપે બનાવવામાં આવે છે. એમાં કેટલાક વિદ્યાર્થીઓ જમીન પર ચાર પગે ઍનિમલ પોઝમાં બેસી જાય છે. એની ઉપર બીજા લૅયરમાં વિદ્યાર્થીઓ પણ ચાર પગે ચડી જાય છે. એ પછી ત્રીજું લૅયર આવે. બધા જ થરના લોકો બેઠેલા હોય એટલે ચાર-પાંચ થર પછી પણ હાઇટ બહુ વધારે નથી હોતી, પરંતુ બૅલૅન્સ જાળવવાનું કામ બહુ અઘરું હોય છે. સહેજ કોઈ એક વ્ય‌ક્તિથી સંતુલન જાય તો પિરામિડ કડડભૂસ પડી ભાંગે.

આ પણ વાંચો : ભવિષ્યમાં ઑફિસમાં કામ કરતા લોકો કેવા હશે? જોઈ લો આ ઢીંગલી જેવા હશે

જોકે હવે સ્કૂલોમાં એક પછી એક થરનો વધારો કરીને ૧૦ થર સુધીની કૉમ્પિટિશન થવા લાગી હોવાથી પાર્ટિસિપન્ટ્સમાં ઈજાનું પ્રમાણ વધી ગયું છે. આ જ કારણોસર હવે આ ગેમનો પેરન્ટ્સ દ્વારા જબરો વિરોધ થવા લાગ્યો છે.

japan offbeat news hatke news