11 મહિનાની બાળકીના માથે ઊગી છે બલૂન જેવી ગાંઠ

11 August, 2019 11:18 AM IST  |  ફિલિપીન્સ

11 મહિનાની બાળકીના માથે ઊગી છે બલૂન જેવી ગાંઠ

આ બાળકીના માથે ઊગી છે બલૂન જેવી ગાંઠ

ફિલિપીન્સના મનીલામાં જન્મેલી એમકે ક્રુઝ નામની ૧૧ મહિનાની બાળકીના માથા પર અત્યંત વિચિત્ર પ્રકારની ગાંઠ ઊગી છે. ટ્યુમરમાં પાણી ભરાવાને કારણે એનું કદ દિવસે ન વધે એટલું રાતે વધવા લાગ્યું છે. સ્થાનિક ડૉક્ટરોને બતાવ્યા પછી એવું લાગી રહ્યું છે કે આ હાઇડ્રોસીફેલસની બીમારી છે જેમાં મગજમાં બેકાબૂપણે ફ્લુઇડનો ભરાવો થાય છે અને એ પાણીનું પ્રેશર એટલુંબધું હોય છે કે એને કારણે ખોપડી પણ ફુલીને વિશાળ થઈ જાય છે. સામાન્ય રીતે હાઇડ્રોસીફેલમાં પાણીનો ભરાવો માથાની ઉપરના ભાગમાં થાય છે જ્યારે આ બેબીના માથામાં એ ટ્યુમરની જેમ અલગથી બહાર આવ્યું છે. માથે આટલું વજનદાર ટ્યુમર હોવાને કારણે તેની ઉંમર મુજબ યોગ્ય ગ્રોથ પણ નથી થઈ રહ્યો. હાલમાં આ રોગની સંભાવના ખૂબ જ વધી રહી છે.

આ પણ વાંચો : ઇન્ડોનેશિયામાં બસની ટિકિટ ખરીદવા પ્લાસ્ટિકની 3 બૉટલ આપો

ફિલિપીન્સમાં તો દર એક હજાર બાળકે એકાદમાં આવી સમસ્યા જોવા મળે છે. જોકે આટલી ગંભીર સ્થિ‌તિ પણ ભાગ્યે જ કોઈ પહોંચે છે. હવે સ્થિતિ એવી છે કે આ ટ્યુમર દૂર કરવા માટે બાળકી પર એક કરતાં વધુ સર્જરીઓ કરવી પડશે, પરંતુ પરિવાર પાસે એ માટેના પૈસા ન હોવાથી તેઓ સારવાર પાછળ ધકેલી રહ્યા છે જે આગળ જતાં બાળકી માટે જ વધુ જોખમી હશે.

philippines offbeat news hatke news