વરસાદ ખમૈયા કરે એ માટે દેડકા-દેડકીનાં ડિવૉર્સ કરાવાયા

15 September, 2019 09:12 AM IST  |  મધ્ય પ્રદેશ

વરસાદ ખમૈયા કરે એ માટે દેડકા-દેડકીનાં ડિવૉર્સ કરાવાયા

વરસાદ ખમૈયા કરે એ માટે દેડકા-દેડકીનાં ડિવૉર્સ કરાવાયા

મધ્ય પ્રદેશમાં બે મહિના પહેલાં આ વર્ષે સારો વરસાદ પડે એવી પ્રાર્થના સાથે દેડકા અને દેડકીનાં લગ્ન લેવાયાં હતાં. જોકે આ વખતે વરસાદે માઝા મૂકતાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે. હવે વધુપડતો વરસાદ આવતો અટકે એ માટે લોકો હવે જેનાં લગ્ન કરાવાયેલાં એ દેડકા-દેડકીનાં ડિવોર્સ કરાવ્યા હતા. ભોપાલના ઇન્દ્રપુરીમાં ઓમ શિવશક્તિ મંડળે થોડા દિવસ પહેલાં દેડકા-દેડકીના છુટાછેડા કરાવ્યા હતા. આ મંડળના એક સભ્યે કહ્યું હતું કે, ‘અમારી પ્રાર્થના સફળ થઈ.

લગ્ન પછી મધ્ય પ્રદેશમાં બરાબર વરસાદ થયો. જોકે હવે વધુ વરસાદ પડશે તો એ વિનાશકારી હશે. હવે કોઈ પણ ભોગે વરસાદને રોકવા માટે બન્નેના છુટાછેડા કરાવવામાં આવ્યા છે.’

આ પણ વાંચો : બદામના છોડ ચરી જવા બદલ બે બકરીઓને પોલીસે અરેસ્ટ કરી

દેડકાંઓનાં લગ્ન ભારતમાં કંઈ પહેલી વાર નથી થયાં. કેટલાય પ્રદેશોમાં લોકો માને છે કે દેડકા-દેડકીનાં લગ્ન કરાવવાથી ઇન્દ્ર દેવ ખુશ થાય છે, જોકે વરસાદ ખમૈયા કરે એ માટે એના ડિવોર્સ કરાવવાનું કદાચ પહેલી વાર થયું છે.

madhya pradesh offbeat news hatke news