વિશ્વની સૌથી લાંબી વૉટર રાઇડ ખૂલવા જઈ રહી છે મલેશિયામાં

27 June, 2019 09:32 AM IST  |  મલેશિયા

વિશ્વની સૌથી લાંબી વૉટર રાઇડ ખૂલવા જઈ રહી છે મલેશિયામાં

વૉટર રાઇડ

અત્યાર સુધી ક્યાંય જોવા ન મળ્યું હોય એવું નજરાણું મલેશિયાના પેનાંગમાં ખૂલવા જઈ રહ્યું છે. આ ઑગસ્ટ મહિનામાં પેનાંગ એસ્કેપ થીમ પાર્કમાં ૧૧૪૦ મીટર લાંબી વૉટર-સ્લાઇડ ઓપન થવાની છે જે અત્યાર સુધીની સૌથી લાંબી વૉટર-સ્લાઇડ હશે. હાલમાં સૌથી લાંબી વૉટર-સ્લાઇડનો રેકૉર્ડ ન્યુ જર્સીમાં આવેલા ઍક્શન પાર્કના નામે છે. ૨૦૧૫માં ખૂલેલી આ સ્લાઇડની લંબાઈ ૬૦૫ મીટરની છે. આ રેકૉર્ડ હવે નજીકના ભવિષ્યમાં જ તૂટી જવાનો છે. મલેશિયાના પેનાંગમાં બની રહેલી આ રાઇડનું ૬૪ ટકા કામ પૂરું થઈ ગયું છે જે ઑલરેડી ૭૦૫ મીટર લાંબું છે. હજી બાકીની સ્લાઇડ અન્ડર-કન્સ્ટ્રક્શન છે. સ્લાઇડ બનાવનારાઓનું કહેવું છે કે હિલની ટૉપ પરથી શરૂ થતી આ સ્લાઇડની રાઇડ ચાર મિનિટ લાંબી હશે. વાંકાચૂંકા વળાંકો સાથે અને આજુબાજુમાં મસ્ત હરિયાળા જંગલની સેર કરાવશે અને અંતે એક સ્વિમિંગપૂલમાં જઈને એન્ડ થશે.

આ પણ વાંચો : રાજસ્થાન: ડૉક્ટરના સર્ટિફિકેટમાં પોતાનું નામ ચિપકાવીને ફૅક ડૉક્ટર પકડાઈ ગયો

એસ્કેપ થીમ પાર્કના સીઈઓનું કહેવું છે કે તેમની ઇચ્છા એવી વૉટર-સ્લાઇડ બનાવવાની હતી જ્યાંની ટોચ પરથી લોકો આખા પાર્ક અને જંગલનું વિહંગાવલોકન કરી શકે. જંગલને ડિસ્ટર્બ કર્યા વિના વૃક્ષોની વચ્ચેથી રાઇડનું કન્સ્ટ્રક્શન કરવાનું કામ સૌથી અઘરું રહ્યું હતું. માત્ર એક વાર રાઇડ ઊભી કરી નાખવાથી જ ચાલી જવાનું નથી, મેઇન્ટેનન્સ માટે પણ દરેક જગ્યાએ સરળતાથી પહોંચી શકાય એવી રીતે બાંધકામ કરવામાં આવ્યું છે.

malaysia offbeat news hatke news