મલેશિયામાં ખૂલી ગઈ છે વિશ્વની સૌથી લાંબી 3645 ફુટ લાંબી વૉટરસ્લાઇડ

26 September, 2019 10:03 AM IST  |  મલેશિયા

મલેશિયામાં ખૂલી ગઈ છે વિશ્વની સૌથી લાંબી 3645 ફુટ લાંબી વૉટરસ્લાઇડ

વિશ્વની સૌથી લાંબી 3645 ફુટ લાંબી વૉટરસ્લાઇડ

જેમને થ્રિલિંગ એક્સપિરિયન્સ લેવાનું બહુ ગમે છે એવા લોકો માટે મલેશિયામાં નવું આકર્ષણ ખૂલી ગયું છે. મલેશિયન રેઇનફૉરેસ્ટની વચ્ચે ઊછળકૂદ કરતા વાંદરાઓ અને કલરવ કરતાં પંખીઓની વચ્ચે તમે મેનમેડ વિશ્વની સૌથી લાંબી વૉટરસ્લાઇડની મજા માણી શકશો.

જમીનથી ૨૩૦ ફુટ ઊંચેથી શરૂ થતી આ રાઇડ ઘેરા જંગલની વચ્ચેથી પસાર થાય છે અને લગભગ ૩૬૪૫ ફુટ લાંબી રાઇડ પસાર કરતાં ચારેક મિનિટ લાગે છે. આ વૉટરસ્લાઇડ પેનાંગમાં આવેલા એસ્કેપ થીમ પાર્કનો જ ભાગ છે. આ રાઇડમાં ઊતરતાં પહેલાં લોકોએ સાથે ફુલાવેલી રિન્ગ લઈને જવાનું રહે છે જેથી સ્લાઇડ સ્મૂધ અને નિશ્ચિત ઢોળાવો મુજબ સરળ થઈ જાય.

આ પણ વાંચો : 54 ફુટ દૂર રોટલી ફેંકવાનો રેકૉર્ડ

આ પહેલાંનો સૌથી લાંબી વૉટરસ્લાઇડનો રેકૉર્ડ જર્મનીમાં બનેલી એક સ્લાઇડનો હતો. જોકે મલેશિયાની આ નવી વૉટરસ્લાઇડ જર્મનીની રાઇડ કરતાં લગભગ ત્રણ ગણી લાંબી છે.

malaysia offbeat news hatke news