વાપરેલી અન્ડરવેઅર્સ વેચીને આ બહેન કમાય છે વર્ષે 27 લાખ રૂપિયા

29 March, 2019 11:33 AM IST  | 

વાપરેલી અન્ડરવેઅર્સ વેચીને આ બહેન કમાય છે વર્ષે 27 લાખ રૂપિયા

ફાઈલ ફોટો

લોકોની વિચિત્ર માનસિકતાનો લાભ લઈને કેવી રીતે વગર કામ કર્યે લાખો રૂપિયા કમાઈ શકાય એના અખતરા આજકાલના જુવાનિયાઓએ બખૂબી શોધી કાઢ્યા છે. અમેરિકાની ન્યુ યૉર્ક યુનિવર્સિટીમાં ભણતી ૨૧ વર્ષની યુવતી ભણવા ઉપરાંત વેઇટ્રેસ તરીકે કામ કરે છે. જોકે એટલી કમાણી પૂરતી ન હોવાથી તેણે વધુ કમાણીનો નવો તરીકો શોધી કાઢ્યો છે. આ કન્યાએ ક્રૅગલિસ્ટ નામની ઑનલાઇન ઍડ કંપની દ્વારા પોતે વાપરેલી અન્ડરવેઅર્સ વેચવાનું શરૂ કર્યું છે. તે હંમેશાં હોલસેલ ભાવે અન્ડરવેઅર્સ ખરીદે છે અને પછી એક-બે દિવસ વાપર્યા પછી એ વેચવા કાઢે છે. અમેરિકાના ‘ગ્લૅમર’ નામના મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં બહેન કહે છે કે થોડા સમય પહેલાં તે વેબ કૅમ ગર્લ તરીકે કામ કરતી હતી ત્યાં કેટલાક લોકો તેણે પહેરેલી અન્ડરવેઅર્સ માટે બીડ કરતા અને ઑનલાઇન ઑક્શનમાં એ વેચાતી પણ ખરી. જોકે એ પછી તો તેણે સ્વતંત્ર રીતે વેબ-શો સિવાય પણ રોજિંદા જીવનમાં પહેરેલી અન્ડરવેઅર્સ વેચવાનું શરૂ કર્યું. અન્ડરવેઅરની ડિઝાઇન અને તેણે એ ક્યારે અને કેટલો સમય પહેરી હતી એના આધારે એની કિંમતમાં વધઘટ થતી રહે છે અને અત્યાર સુધીમાં સૌથી મોંઘી અન્ડરવેઅર્સ ૧૦,૦૦૦ રૂપિયામાં વેચાઈ છે.

આ પણ વાંચો : અધધધધ.... એક ઘરમાંથી નીકળ્યા પૂરા 45 સાપ

આ બહેનની વિચિત્રતા આટલેથી નથી અટકી. તેના એક ગ્રાહકે તેની બગલ સૂંઘવા માટે પણ પૈસા આપવાની ઑફર કરેલી. હજી ગયા મહિને જ તેણે આ માટે ૩૮૦ પાઉન્ડ (આશરે ૩૫,૦૦૦ રૂપિયા)માં પંદર મિનિટ માટે બગલ સૂંઘવા આપેલી. જે વાત સાંભળીને આપણને અરરર... થઈ જાય છે એ આ બહેન માટે બહુ સહજ છે.

new york offbeat news hatke news