એકસ્ટ્રા બૅગેજ ફી ન ભરવી પડે એ માટે આ બહેને અઢી કિલો કપડાં પહેરી લીધાં

19 October, 2019 11:10 AM IST  |  ફિલિપીન્સ

એકસ્ટ્રા બૅગેજ ફી ન ભરવી પડે એ માટે આ બહેને અઢી કિલો કપડાં પહેરી લીધાં

એકસ્ટ્રા બૅગેજ ફી ન ભરવી પડે એ માટે આ બહેને કપડાં પહેરી લીધાં

ઇન્ટરનૅશનલ ટ્રાવેલ કરતા હો અને સામાનમાં થોડુંક વજન વધી જાય ત્યારે શું કાઢવું અને શું નહીં એની જબરી મૂંઝવણ થતી હોય છે. જો તમે કંઈ જ ન કાઢો તો તમારે વધારાના વજન માટે ફી ચૂકવવી પડે છે. જોકેની ગેલ રૉડ્રિગ્સ નામની યુવતી ઍર-ટ્રાવેલ કરી રહી હતી ત્યારે તેને ઍરલાઇન સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું કે કૅરી-ઑન લગેજમાં વધુમાં વધુ ૭ કિલો લગેજ જ અલાઉડ છે જ્યારે તેની બૅગમાં ૯.૫ કિલો વજન છે અને એ માટે વધારાના પૈસા ચૂકવવા પડશે. ગેલબહેનને વધારાની ફી ભરવી નહોતી. પહેલાં તો તેણે બૅગની સામે બેસીને ક્યાંય સુધી વિચાર્યું કે આનું વજન કઈ રીતે ઘટાડી શકાય. એ પછી તેને તુક્કો સૂઝી આવ્યો. તેણે બૅગમાંથી કપડાં કાઢીને પોતાના બૉડી પર ચડાવવા માંડ્યા. ટી-શર્ટ, શૉર્ટ્સ, પેન્ટ્સ બધું જ તેણે પહેરી લીધું અને કૅરી-ઑન લગેજનું વજન ઘટાડીને ૬.૫ કિલો જેટલું કરી નાખ્યું. એ પછી તેણે ઍરપોર્ટ પર જ પોતાની તસવીર લીધી અને લખ્યું કે, ‘એક્સેસ બૅગેજ ચૅલેન્જ ઍક્સેપ્ટેડ. ૯માંથી ૮.૫ કિલો બૅગેજ થઈ ગયો.’

આ પણ વાંચો : 54 ફ્રૂટ-કેકમાંથી બનાવ્યું આખું ગામ, જેમાં ટચૂકડાં ઘરો, દુકાનો અને પબ સુધ્ધાં છે

ગેલબહેનની તસવીર પણ જબરી ફની છે કેમ કે એક પર એક કપડાં ચડાવવાને કારણે ઉપરના કપડાં તો સાવ અધવચ્ચે જ ચડાવ્યા હોય એવાં લાગે છે.

philippines offbeat news hatke news