12 વર્ષથી આ બહેનને હેડકી બંધ થતી જ નથી

24 October, 2019 10:11 AM IST  | 

12 વર્ષથી આ બહેનને હેડકી બંધ થતી જ નથી

12 વર્ષથી આ બહેનને હેડકી બંધ થતી જ નથી

ક્યારેક પાંચ-સાત મિનિટ માટે હેડકી બંધ ન થાય તોય કેટલી અકળામણ થાય છે? જોકે લિન્કન શહેરમાં લિઝા ગ્રેવીસ નામનાં ૩૧ વર્ષનાં બહેન છેલ્લાં ૧૨ વર્ષથી હેડકી ખાઈ રહ્યા છે. બાર વર્ષ પહેલાં પહેલી પ્રેગ્નન્સી રહી ત્યારે તેમને સ્ટ્રોકનો હુમલો આવ્યો. સ્ટ્રોક તો તરત જ મૅનેજ થઈ ગયો, પરંતુ એની સાઇડ ઇફેક્ટ રૂપે હેડકી આવવાનું શરૂ થઈ ગયું. હવે તો સતત થોડાક સમયે હેડકી આવે એનાથી તે ટેવાઈ ગઈ છે. જોકે હિચકી ક્યારેક એટલી લાઉડ હોય છે કે જાણે કોઈ કૂતરું ભસતું હોય એવું લાગી આવે. એને કારણે અવારનવાર લિઝા બહેન ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. અત્યારે તેમને બે દીકરીઓ છે. ૧૧ વર્ષની સોફી અને સાત વર્ષની એમિલી. બાળકોને લઈને તે ક્યાંક જતી હોય અને જોરથી હેડકી આવે ત્યારે બીજા લોકો ક્યારેક ડરી જાય છે. 

આ બહેન નેઇલ આર્ટિસ્ટ તરીકે કામ કરે છે અને એટલે જ્યારે પણ જોરથી હેડકી આવે ત્યારે ક્લાયન્ટ હલબલી જાય છે અને બારીક ડિઝાઇન બગડી જઈ શકે છે. આમ તો ટેવાઈ ગયાં હોવાં છતાં તેને આ સમસ્યાનો ઉકેલ જોઈએ છે . તેણે અનેક ઉપાયો કર્યા, ન્યુરોલૉજિસ્ટોને કન્સલ્ટ કર્યા અને દવાઓ પણ ઘણી કરી પણ કોઈ ઉકેલ હજી નથી મળ્યો.

offbeat news hatke news