મધ્ય પ્રદેશમાં જન્મ્યું બે માથાં અને ત્રણ હાથવાળું બાળક

26 November, 2019 08:54 AM IST  |  Madhya Pradesh

મધ્ય પ્રદેશમાં જન્મ્યું બે માથાં અને ત્રણ હાથવાળું બાળક

જન્મ્યું બે માથાં અને ત્રણ હાથવાળું બાળક

જ્યારે એક કરતાં વધુ બાળકો કુદરતી રીતે કન્સીવ થાય અને જો એ પછી એનું યોગ્ય મૉનિટરિંગ અને જરૂરી કાળજી લેવામાં ન આવે તો શરીરથી જોડાયેલાં બાળકો જન્મે એવી સંભાવના વધી જાય છે. તાજેતરમાં મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાની એક હૉસ્પિટલમાં એક મહિલાએ બે માથાં ધરાવતાં બાળકને જન્મ આપ્યો છે. આ બાળકના શરીરે ત્રણ હાથ અને ચાર પંજા છે. બબિતા આહિરવાર નામની મહિલાના આ બાળકનું વજન છે ૩ કિલો અને ૩૦૦ ગ્રામ. જિલ્લા હૉસ્પિટલના સર્જ્યન સંજય ખરેના કહેવા મુજબ રવિવારે વહેલી સવારે સિવિલ હૉસ્પિટલમાં એક એવા બાળકનો જન્મ થયો છે જે જોઈને ડૉક્ટરો પણ અચંબામાં પડી ગયા હતા. બાળકનો પિતા મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને હાલમાં આ બાળકને નીઓનેટલ આઇસીયુમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ બાળકની તબિયત ગંભીર થઈ રહી હોવાથી તેને ભોપાલની મોટી હૉસ્પિટલમાં લઈ જવાનું કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : એક પ્રોટેસ્ટરે પાળેલો સિંહ લાવીને બધાને ડરાવ્યા, વીડિયો વાયરલ

પ્રેગ્નન્સી દરમ્યાન મહિલાએ ૩૫મા અઠવાડિયે સોનોગ્રાફી કરાવી ત્યારે ગર્ભમાં જુડવા બાળકોની હાલત નાજુક હોવાનું તેને કહેવામાં આવ્યું હતું અને તરત જ સિઝેરિયન કરીને બાળકને જન્મ આપવો પડ્યો હતો.

madhya pradesh offbeat news hatke news