10 મિનિટમાં 50 પમ્પકિન પાઇ ઝાપટી ગયાં આ બહેન

04 October, 2019 10:42 AM IST  |  કૅલિફૉર્નિયા

10 મિનિટમાં 50 પમ્પકિન પાઇ ઝાપટી ગયાં આ બહેન

આ બહેને બનાવ્યો નવો રૅકોર્ડ 10 મિનિટમાં 50 પમ્પકિન પાઇ ખાઈ ગયા

ખાવાનું આમ તો જીવન ટકાવી રાખવા માટેની જરૂરિયાત ગણાય, પરંતુ કેટલાક લોકો પ્રોફેશનલ ઇટિંગ પણ કરતા હોય છે. મતલબ કે ખાવાનું અને બહુબધું ખાઈને લોકોને હરાવવા એ તેમનો ધંધો જ હોય છે. તાજેતરમાં દસમી વર્લ્ડ પમ્પકિન પાઇ ઈટિંગ કૉન્ટેસ્ટ ક્લેરેન્સમાં યોજાઈ હતી, જેમાં કૅલિફૉર્નિયામાં રહેતાં મૉલી શાયલર નામનાં બહેને સ્પર્ધા જીતીને નવો રેકૉર્ડ બનાવ્યો હતો. બહેને દસ મિનિટમાં ૫૦ પાઇ આરોગી લીધી હતી.

આ પણ વાંચો : મૅરેજ બ્યુરોએ મુરતિયો ન શોધી આપ્યો એટલે યુવતીને એક લાખ પાછા આપવા પડશે

આ પહેલાં ૨૦૧૭માં તેણે જ ૪૮ પાઇ ખાઈને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો, જે આ વખતે તેણે જ તોડ્યો હતો. આ બહેને સ્પર્ધા જીતવાનું ઇનામ અને રેકૉર્ડબ્રેક પર્ફોર્મન્સ એમ બેઉ માટે કુલ દોઢ હજાર પાઉન્ડ એટલે કે લગભગ ૧.૦૬ લાખ રૂપિયા કમાયાં હતાં. નવાઈની વાત એ છે કે આટલુંબધું ઝાપટનારાં બહેન જાડિયાપાડિયા નહીં પણ સાવ પાતળાં છે.

california offbeat news hatke news