કોણ છે આ વ્યક્તિ જે ટીવીનો માસ્ક પહેરીને લોકોના ઘરે ટીવી મૂકીને આવે છે?

21 August, 2019 10:08 AM IST  |  અમેરિકા

કોણ છે આ વ્યક્તિ જે ટીવીનો માસ્ક પહેરીને લોકોના ઘરે ટીવી મૂકીને આવે છે?

કોણ છે આ વ્યક્તિ જે લોકોના ઘરે ટીવી મૂકીને આવે છે

અમેરિકાના વર્જિનિયામાં ૧૦ ઑગસ્ટની રાતે એક જ વિસ્તારના લગભગ ૫૦થી વધુ ઘરોના રહેવાસીઓ સાથે કોઈક જબરી ટીખળ કરી ગયું છે. વાત એમ હતી કે કોઈક અડધી રાતે લોકોના ઘરના ઓટલે જૂનું અને બગડેલું ટીવી આવીને મૂકી ગયું. કેટલાક લોકોના ઘરની બહાર મૂકેલા સર્વેલન્સ કૅમેરાની તપાસ કરી તો ખબર પડી કે જે વ્યક્તિ મૂકી ગયો છે તેણે પોતાના ચહેરા પર પણ ટીવીના બૉક્સનો માસ્ક પહેર્યો હતો. અલબત્ત, આમ ટીવી મૂકી જઈને તેણે કોઈને હાનિ પહોંચાડી નથી, પણ આવું કેમ કર્યું એ કોયડો હજી વણઉકલ્યો જ છે.

આ પણ વાંચો : 280 કિમી પ્રતિ કલાકની ઝડપે સાઇકલ ચલાવીને 24 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

સ્થાનિક રહેવાસીનું કહેવું છે કે એ જ વિસ્તારના અનેક લોકોના ઘરે આવું ભંગારમાં જાય એવું ટીવી પડેલું જોવા મળ્યું છે. આવી મસ્તી કોણે અને કેમ કરી હશે એ સમજાતું નથી. ૨૦૧૮માં પણ આ જ વિસ્તારમાં ૨૦ ઘરોમાં વિન્ટેજ ટીવી-સેટ અમુક ચોક્કસ લોકોના ઘરની પોર્ચમાં મૂકેલા જોવા મળ્યા હતા. એ ઘટના પછી પણ ખબર નહોતી પડી કે આવું કોણે કર્યું?

offbeat news hatke news