આ હૉસ્પિટલમાં પહોંચતાં જ દર્દીનું બ્લડપ્રેશર નૉર્મલ થઈ જાય છે

21 August, 2019 09:42 AM IST  |  સિંગાપોર

આ હૉસ્પિટલમાં પહોંચતાં જ દર્દીનું બ્લડપ્રેશર નૉર્મલ થઈ જાય છે

700 સુગંધીદાર છોડને કારણે દર્દીનું બ્લડપ્રેશર નૉર્મલ થઈ જાય છે

સિંગાપોરમાં એક હૉસ્પિટલ છે જ્યાં અત્યાર સુધીમાં આઠ લાખથી વધુ દર્દીઓનો ઇલાજ થયો છે. આ હૉસ્પિટલનો દાવો છે કે એની આસપાસ જે હરિયાળી છે એ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે દવા જેવું કામ કરે છે. અહીંના દર્દીઓ શાકભાજી ઉગાડવાનું અને છોડની સંભાળ લેવાનું કામ પણ કરે છે. હૉસ્પિટલમાં તમે પ્રવેશો એટલે ટિપિકલ સ્પિરિટની વાસ અને દર્દીઓની પીડા જોઈને સ્વસ્થ વ્યક્તિ પણ સ્ટ્રેસ અનુભવવા લાગે છે, પણ સિંગાપોરમાં એવી હૉસ્પિટલ છે જ્યાં આવીને દર્દીઓનું સ્ટ્રેસ લેવલ ઘટે છે.

સીપીજી કૉર્પોરેશન કંપનીને એક એવી હૉસ્પિટલ બનાવવાનું કહેવામાં આવ્યું હતું જેનાથી દર્દીઓ તાણમાં ન આવે. એ માટે કંપનીએ હરિયાળીનો સહારો લીધો. કંપનીએ હૉસ્પિટલના વિશાળ રૂમો બનાવ્યા અને એની આસપાસ ૧૦૦૦થી વધુ છોડ રોપી દીધા. એમાંથી ૭૦૦ વૃક્ષો સુગંધી આપતા છોડ છે. હૉસ્પિટલની આજુબાજુની લીલોતરી જ દર્દીઓ માટે દવાની ગરજ સારે છે. દર્દીઓ અહીં ગાર્ડનમાં શાકભાજી ઉગાડવામાં અને છોડની દેખભાળ કરવામાં પણ ભાગ લે છે. ૨૦૧૦માં ખુલ્લી મુકાયેલી આ હૉસ્પિટલ બીજી શહેરી મેડિકલ ફૅસિલિટી કરતાં એકદમ અલગ છે. એની સફળતા જોઈને હવે મલેશિયા, ચીન અને પાકિસ્તાનમાં પણ આ પ્રકારની હૉસ્પિટલ બનાવવાનું શરૂ થયું છે.

આ પણ વાંચો : વૅન્ડિંગ મશીનમાં કૉઇન નાખતાં જ ડિલિવર થશે મનગમતી કાર

છેલ્લા ઘણા વખતથી ચાલી રહેલા સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અહીંના પ્રાકૃતિક વાતાવરણને કારણે દર્દીઓના શારીરિક-માનસિક સ્વાસ્થ્યમાં ખૂબ ઝડપથી સુધારો આવે છે. હૉસ્પિટલની છત પર પણ એક ગાર્ડન છે. એમાં ૨૦૦ પ્રકારની વનસ્પતિઓ છે. ૧૦૦ મધ્યમ ઊંચાળવાળ ફળના વૃક્ષો છે, ૫૦ શાકભાજી અને ૫૦ જડીબુટીઓના છોડ છે. 

singapore offbeat news hatke news