54 કિલોનાં આ બહેન 10 મિનિટમાં 32 બર્ગર ઝાપટી ગયાં

05 July, 2019 08:24 AM IST  |  વૉશિંગ્ટન

54 કિલોનાં આ બહેન 10 મિનિટમાં 32 બર્ગર ઝાપટી ગયાં

આ બહેન 10 મિનિટમાં 32 બર્ગર ઝાપટી ગયાં

અમેરિકાના વૉશિંગ્ટનમાં દર વર્ષે ચોથી જુલાઈએ યોજાતી ઇટિંગ કૉમ્પિટિશનમાં આ વર્ષે પણ ચોંકાવનારું પર્ફોર્મમન્સ આપનારા ખાનારા મળી આવ્યા હતા. ઝેડ-બર્ગર આઉટલેટમાં યોજાયેલી આ દસમી ઇટિંગ કૉમ્પિટિશનમાં કૅલિફૉર્નિયાની મૉલી શૂલર નામની મહિલા બાજી મારી ગઈ હતી.

ચાર બાળકોની મા એવી મૉલી દેખાવમાં પાતળી સરખી છે. વજન માત્ર ૫૪ કિલો જેટલું છે, પરંતુ કૉમ્પિટિટિવ ઇટિંગ દરમ્યાન તેણે દસ મિનિટમાં અધધધ ૩૨ બર્ગર્સ ચટ કરી લીધાં હતાં.

દસ મિનિટ પછી તેનું પેટ જાણે તે પ્રેગ્નન્ટ હોય એમ ફૂલી ગયું હતું. નવાઈની વાત એ હતી કે સ્પર્ધાના જજીઝને પણ એનો અંદાજો નહોતો.

આ પણ વાંચો : બાસ્કેટબૉલ રોબોએ સતત 2000 ફ્રી થ્રો કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

તેમના મતે કોઈ વ્યક્તિ વધુમાં વધુ ૩૦ બર્ગર્સ ખાઈ શકે એમ હતા એટલે તેમણે ૩૦ નંબર સુધીના પાટિયાં જ બનાવડાવ્યાં હતાં. મૉલી જ્યારે ૩૨ બર્ગર્સ ઓહિયાં કરી ગયાં ત્યારે જજે પણ હાથેથી નંબર લખીને પાટિયું બનાવવું પડ્યું હતું.

washington offbeat news hatke news