માલિકનો અવાજ સાંભળીને ચાલુ થાય અને સાથે એટીએમ મશીન ધરાવતી બાઇક

16 October, 2019 09:35 AM IST  |  ઉત્તર પ્રદેશ

માલિકનો અવાજ સાંભળીને ચાલુ થાય અને સાથે એટીએમ મશીન ધરાવતી બાઇક

એટીએમ મશીન ધરાવતી બાઇક

ઉત્તર પ્રદેશના બરેલીમાં મોહમ્મદ સઈદ નામના કાકાએ પોતાની બાઇકને અનોખી સુવિધાઓથી મૉડિફાય કરી છે. આ બાઇકનું નામ પણ તેમણે રાખ્યું છે ટારઝન. આ બાઇક મોહમ્મદ સઈદનો અવાજ સાંભળીને સ્ટાર્ટ થાય છે. એ બાઇકમાં નાનકડું એટીએમ મશીન પણ છે જે માલિકનો અવાજ સાંભળીને પાંચ રૂપિયાનો સિક્કા કાઢે છે.

આ પણ વાંચો : હવે બરાબર હાથ ધોવાનું હૅન્ડ-રોબો યાદ દેવડાવશે

યુટ્યુબ યુઝર હની સક્સેનાએ આ બાઇકનો વિડિયો શૅર કર્યો છે જે હાલમાં ફેસબુક, વૉટ્સઍપ અને ટ્વિટર પર વાઇરલ છે. ૭૦ વર્ષના મોહમ્મદ સઈદ આ વિડિયોમાં પોતાની વન્ડરબાઇક ટારઝન કેવાં કામો અવાજથી કરી લે છે એનો ડેમો દેખાડતા નજરે પડે છે. કાકા પોતે ઇલેક્ટ્રિશ્યન અને સ્ટન્ટમૅન છે.

uttar pradesh offbeat news hatke news