ડેટાની ચોરી રોકવા માટે યુએસબી કૉન્ડોમ આવ્યા

08 December, 2019 10:33 AM IST  | 

ડેટાની ચોરી રોકવા માટે યુએસબી કૉન્ડોમ આવ્યા

યુએસબી કૉન્ડોમ

મોબાઇલ ફોનની બૅટરીને ચાર્જ કરવા માટે આપણે ઍરપોર્ટ, રેલવે સ્ટેશન, હોટેલ, સાર્વજનિક શૌચાલય, શૉપિંગ સેન્ટર કે મૉલ અથવા અન્ય જાહેર સ્થળોએ ચાર્જરનો વપરાશ કરીએ છીએ. આ પ્રકારનાં સ્થળો પ્રથમ નજરે સુરક્ષિત જણાતાં હોય તો પણ એવાં અનેક ઠેકાણાં પર સાઇબર ક્રિમિનલ્સ મોબાઇલ ફોનમાંથી સેન્સિટિવ ડેટા ચોરી લે એવી ભરપૂર શક્યતા હોય છે. એવી ડેટાની ચોરી રોકવા માટે હવે બજારમાં યુએસબી કૉન્ડોમ્સ આવી ગયાં છે. ભલે એને યુએસબી કૉન્ડોમ કહેવામાં આવતું હોય, પણ એમાં લેટેક્સ નથી. એને ફક્ત સુરક્ષા પૂરતું આ નામ આપવામાં આવ્યું છે. 

આ પણ વાંચો : પપ્પાએ દીકરીનું સોશિયલ મીડિયા અકાઉન્ટ જપ્ત કર્યુ અને કઈ થયું આવું

આ કૉન્ડોમ જૂસ જૅકિંગ નામે ઓળખાતા સાઇબર અટૅક સામે યુએસબી પોર્ટની મદદથી રક્ષણ આપે છે. આ નાનકડા યુએસબી અડોપ્ટર જેવા હોય છે. એમાં ઇનપુટ અને આઉટપુટ પોર્ટ હોય છે. એ અડોપ્ટર મોબાઇલ ફોનને પાવર સપ્લાય સાથે ડેટા એક્સચેન્જની શક્યતાઓને પૂર્ણપણે રોકે છે. યુએસબી કૉન્ડોમની કિંમત અમેરિકાના બજારમાં ૧૦ ડૉલર એટલે કે ૭૧૦ રૂપિયા અને ભારતમાં ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા સુધીની છે.

offbeat news hatke news