સાયન્ટિસ્ટોએ બનાવી છે ઍટમિક વોડકા

11 August, 2019 11:24 AM IST  |  યુક્રેન

સાયન્ટિસ્ટોએ બનાવી છે ઍટમિક વોડકા

ઍટમિક વોડકા

૧૯૮૬માં યુક્રેનમાં આવેલી ચેર્નોબિલ પરમાણુ ભઠ્ઠીમાં થયેલી વિનાશકારી તબાહી પછી એ વિસ્તારમાં દૂર-દૂર સુધી રેડિયોઍક્ટિવિટી રહી ગઈ હોવાનું મનાતું હતું. ત્યાંની હવા જ નહીં, પાણી અને જમીનમાંથી ઊગતા અનાજમાં પણ એના અવશેષો હોવાનું મનાતું. જોકે વર્ષો બાદ એક ખાસ વોડકા બનાવવામાં આવી છે જેને ઍટમિક વૉડકા કહેવામાં આવે છે. ચેર્નોબિલના ‌જે ‌પાવર પ્લાન્ટને એમ જ રેઢો મૂકી દેવામાં આવ્યો હતો એની આજુબાજુની જમીનમાં ઊગાડેલા અનાજ અને સ્થાનિક જળસ્રોતોનો ઉપયોગ કરીને ખાસ વૉડકા બનાવવામાં આવી છે અને એની પર અનેક સંશોધકો કામે લાગ્યા છે.

આ પણ વાંચો : 11 મહિનાની બાળકીના માથે ઊગી છે બલૂન જેવી ગાંઠ

શું એ વૉડકામાં રેડિયોઍક્ટિવિટી છે? એની તપાસ માટે બ્રિટનની યુનિવર્સિટી ઑફ પોર્ટ્સમાઉથના સંશોધક પ્રોફેસર જિમ સ્મિથે લાંબા અભ્યાસ પછી સર્ટિફિકેટ આપ્યું છે કે આ વૉડકામાં પણ સાદી વૉડકા જેટલી જ રેડિયોઍક્ટિવ છે, એથી જરાય વધુ નહીં. અભ્યાસકર્તાઓ એ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે પરમાણુ ભઠ્ઠી ફાટવાથી થયેલા વિનાશની અસરો હવે સ્થાનિક પર્યાવરણમાં કેટલી રહી છે. હવા, પાણી અને જમીનમાં એના અવશેષો નહીંવત રહ્યા હોવાની વાતો ચર્ચાય છે.

ukraine offbeat news hatke news