બ્રિજની નીચે ફસાઈ ગયેલા પ્લેનને કાઢવા ડ્રાઇવરે ટાયરની હવા કાઢી નાખી

24 October, 2019 10:02 AM IST  |  ચીન

બ્રિજની નીચે ફસાઈ ગયેલા પ્લેનને કાઢવા ડ્રાઇવરે ટાયરની હવા કાઢી નાખી

બ્રિજની નીચે ફસાઈ ગયું પ્લેન

ચીનના હાર્બિન પ્રાંતમાં એક ડૅમેજ ઍરક્રાફ્ટને ટ્રકમાં મૂકીને ટ્રાન્સપોર્ટ કરતી વખતે અજીબોગરીબ મુશ્કેલી ઊભી થઈ ગઈ. એક ઊંચા બ્રિજની નીચેથી ઍરક્રાફ્ટ લઈને ટ્રક પસાર થતી હતી ત્યારે ટ્રક અને પ્લેન બન્ને ફસાઈ ગયા. એ હદે કે ન ટ્રકને પાછળ લઈ જઈ શકાય એમ હતી ન આગળ લઈ જઈ શકાય એમ. અધૂરામાં પૂરી ઍરક્રાફ્ટ ડૅમેજ પણ થઈ ગયેલું. આ બ્રિજને તો ઊંચો કરી શકાય એમ હતું નહીં. એવામાં કરવું શું? બહુ મોટા ટેક્નિશિયનોએ બુદ્ધિ લડાવી લીધી એ પછી ટ્રક ડ્રાઇવરે પોતાની કૉમન સેન્સ વાપરી. તેણે ટ્રકના ટાયરની હવા કાઢી નાખી. હવા નીકળતાં જ ટાયર બેસી ગયું અને ટ્રકની હાઇટ ઘટી જતાં ઍરક્રાફ્ટ અને બ્રિજ વચ્ચે જગ્યા ક્રીએટ થઈ અને ટ્રક આરામથી નીચેથી નીકળી ગઈ.

આ પણ વાંચો : વિશ્વના આ વિસ્તારમાં સમુદ્રમાં થાય છે ચમત્કાર, જાણો શું છે ભેદ....

ટ્રક અને પ્લેન બ્રિજમાંથી પસાર થયા પછી પ્લેનને નીચે ઉતારીને ફરીથી ટાયરમાં હવા ભરવામાં આવી અને ફરીથી ચડાવીને જ્યાં લઈ જવાનું હતું એ સફર જારી રખાઈ. આ ઘટનાનો વિડિયો યુટ્યુબ પર શૅર થયો હતો જેને બે દિવસમાં ૨૭,૦૦૦ વ્યુઝ મળ્યા હતા.

china offbeat news hatke news