ક્રિસમસ તો જાણે આ ઘરમાં જ છે : 220 ક્રિસમસ ટ્રીઝથી સજાવટ થઈ

20 December, 2019 09:19 AM IST  |  Michigan

ક્રિસમસ તો જાણે આ ઘરમાં જ છે : 220 ક્રિસમસ ટ્રીઝથી સજાવટ થઈ

220 ક્રિસમસ ટ્રીઝથી સજાવટ થઈ

અમેરિકાના મિશિગન રાજ્યના અલ્ગોનેક શહેરમાં ડિયેન કોડેટની માલિકીની ત્રણ માળની મજાની લાગે એવી પ્રૉપર્ટી છે. આ મકાનને દર વર્ષે નાતાલમાં અનોખી રીતે સજાવવામાં આવે છે. ત્રણ માળના ૯૫૦૦ ફુટના ઘરમાં ૨૨૦ ક્રિસમસ ટ્રીઝ અને ૬૦,૦૦૦ સજાવટની અવનવી ચીજો છે. ડિયેન કોડેટ અને તેના પતિને આ શોખ જાગ્યો છે ત્યારથી દર વર્ષે બન્ને ક્રિસમસની સજાવટનો અવનવો સામાન એકઠો કરતાં રહે છે.

ક્રિસમસની સજાવટનું કામ તેમના ઘરમાં ઑગસ્ટથી શરૂ થઈ જાય છે જે છેક ડિસેમ્બરમાં એ કામ પૂરું થાય છે. સજાવટના કામમાં દર અઠવાડિયે સરેરાશ ૪૦ કલાક ખર્ચે છે અને જ્યારે ડિસેમ્બર મહિનામાં એ તૈયાર થઈ જાય ત્યારે તેનું ઘર મસ્ત મ્યુઝિયમ જેવું દેખાય છે. નવાઈની વાત એ છે કે આ પરિસરમાં ‘ક્રિસમસ વૉક’ નામનું પ્રદર્શન જોવા પર્યટકો ટિકિટ લઈને આવે છે. બે વર્ષથી ૯૦ વર્ષ સુધીની ઉંમરના સહેલાણીઓને એકાદ ક્રિસમસ ટ્રી બાળપણમાં જોયેલી કોઈ ઘટનાની યાદ અપાવી જાય છે. આ ડિસેમ્બરમાં ૩૦૦૦ લોકો તેના ઘરે ક્રિસમસ વૉકની મુલાકાતે આવે એવો ડિયેનનો અંદાજ છે.

આ પણ વાંચો : હોમવર્ક ન કરવા બદલ પિતાએ 10 વર્ષના દીકરાને સ્ટેશન પર બેસાડીને ભીખ મગાવી

આ ઠેકાણે ૨૦૦૩ની સાલથી દર ડિસેમ્બરમાં ક્રિસમસ વૉક પ્રદર્શન યોજાય છે, પરંતુ આ વર્ષે ડિયેન કોડેટના મનમાં હંમેશાં હોય છે એવો જલ્લોષ કે થનગનાટ નથી, કારણ કે આ વર્ષે પતિ એલન વગર નાતાલ ઊજવવી પડશે. ૪૫ વર્ષના દાંપત્ય બાદ ગયા સપ્ટેમ્બરમાં ઍલનનું અવસાન થયું એ પછી ડિયેન દુખી છે.

michigan offbeat news hatke news