આસામમાં ગુફામાં પાણી ભરાઈ જતાં વાઘ ભાગીને નજીકના ઘરના સોફા પર જઈ બેઠો

19 July, 2019 09:10 AM IST  |  આસામ

આસામમાં ગુફામાં પાણી ભરાઈ જતાં વાઘ ભાગીને નજીકના ઘરના સોફા પર જઈ બેઠો

સોફા પર આરામ કરવા બેઠો વાઘ

આસામમાં પૂરને કારણે કાઝીરંગા નૅશનલ પાર્કમાં પણ પાણી ભરાઈ ગયા છે. એને કારણે કાઝીરંગા પાસેના હરમતિ વિસ્તારમાં એક ઘરમાં વાઘ ઘૂસી ગયો અને સોફા પર ચડીને બેસી ગયો. એ જોઈને હડકંપ મચી ગઈ અને વાઘને જોઈને બદા જ લોકો ઘરમાંથી નીકળીને બહાર જતા રહ્યા. જંગલમાં પાણી ભરાયાં હોવાથી વાઘ ભાગીને ઘરમાં શરણું લઈને બેસી ગયો હતો. ગામવાળાઓએ તરત જ વનવિભાગને સૂચના આપી અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઇન્ડિયાએ આ સાથેની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી જે હાલમાં વાઇરલ થઈ છે.

આ પણ વાંચો : 40 વર્ષથી વાળ કાપ્યા કે ધોયા ન હોવાથી લોકોએ બનાવી દીધા જટાવાળા બાબા

ટ્વિટર યુઝર્સનું કહેવું છે કે પૂરથી બચ્યા પછી વાઘ ખૂબ થાકેલો અને ભૂખ્યા લાગે છે. પૂરને કારણે આસામના ૨૯ જિલ્લાઓમાં હાલત ખરાબ થઈ છે. અત્યાર સુધીમાં ૨૭ લોકોનો જીવ ગયો છે અને ૫૭ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે.

assam offbeat news hatke news