એક સાથે 10 ટ્રેડમિલ પર ચાલે છે આ ભાઈ

23 July, 2019 11:28 AM IST  | 

એક સાથે 10 ટ્રેડમિલ પર ચાલે છે આ ભાઈ

એક સાથે 10 ટ્રેડમિલ પર ચાલે છે આ ભાઈ

જીમમાં વર્કઆઉટ કરવાનું ઘેલું આજકાલના ફિટનેસ-ફ્રીક લોકોને એટલું છે કે ન પૂછો વાત. જોકે તાજેતરમાં એક વિડિયો સોશ્યલ મીડિયામાં જબરો વાઇરલ થયો છે જેમાં એક હટ્ટોકટ્ટો યુવક તેની કસરત કરવાની ક્ષમતાઓનું એકદમ હટકે પ્રદર્શન કરી રહ્યો છે. સૌથી પહેલાં તો તે લગોલગ ગોઠવેલી દસ ટ્રેડમિલ્સને ૧૩.૮ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર સેટ કરે છે અને પછી વારાફરતી વારો એક પછી એક ટ્રેડમિલ પર તે સરકતો જાય છે અને દોડતો જાય છે. તેની ચપળતા અને બૅલૅન્સ અદ્ભુત છે.

આ પણ વાંચો : આ છે પૉન્ડમૅનઃ જૉબ છોડીને આ ભાઈએ 12 તળાવોને સિકલ બદલી નાખી

દસેય ટ્રેડમિલને ક્રૉસ કર્યા પછી ભાઈ ત્યાં અટકતા નથી. એ પણ બારબેલ્સ લઈને તે કેટલીક એક્સરસાઇઝ કરે છે, વેઇટ લિફ્ટ કરે છે અને છતાં થાકતો નથી.

offbeat news hatke news