બેડની સાથે જ 70 ઇંચની સ્ક્રીનવાળું ટીવી

26 August, 2019 09:26 AM IST  | 

બેડની સાથે જ 70 ઇંચની સ્ક્રીનવાળું ટીવી

બેડની સાથે જ 70 ઇંચની સ્ક્રીનવાળું ટીવી

આર્કિટેક્ટ ફાબિઓ વિનેલાએ ઇટાલિયન ફર્નિચર બ્રૅન્ડ હાઈ-ઇન્ટીરિયર્સ માટે એક અનોખો બેડ ડિઝાઇન કર્યો છે. આનાથી વધુ હાઇ-ટેક બેડ આજની ટીવી, નેટફ્લિક્સ અને સ્ક્રીન-ઍડિક્ટ જનરેશન માટે બીજો કોઈ હોઈ જ ન શકે એવો દાવો થઈ રહ્યો છે. એનું કારણ એ છે કે બેડની અંદર ઇનબિલ્ટ ૭૦ ઇંચની સ્ક્રીન છે જે તમારા મોબાઇલની ઍપ દ્વારા કન્ટ્રોલ થઈ શકે છે. એ 4K પ્રોજેક્ટર જેવી આ સ્ક્રીન કાઢીને અલગ પણ કરી શકાય એવી છે. એમાં સ્પીકર્સ પણ ઇનબિલ્ટ છે.

આ પણ વાંચો : 12 કિલોના આ બિલાડાને દત્તક લેવા માટે લોકો તૂટી પડતાં શેલ્ટરહોમની વેબસાઇટ ક્રૅશ થઈ ગઈ

આ બેડની સ્ક્રીન મોબાઇલ ઍપ દ્વારા કન્ટ્રોલ થાય છે અને એની ‌કિંમત છે ૩૩,૦૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૨૯ લાખ રૂપિયા. આ ઉપરાંત બેડ તમને ઊંઘવા-જગાડવા માટેના અલાર્મ પણ વગાડે છે અને એ મુજબ લાઇટિંગમાં પણ બદલાવ કરી શકે છે.

offbeat news hatke news