બોલો, રેકૉર્ડ તોડવા આ ભાઈ પાંચ દિવસ ટૉઇલેટ સીટ પર બેસી રહ્યા

20 July, 2019 08:38 AM IST  |  બેલ્જિયમ

બોલો, રેકૉર્ડ તોડવા આ ભાઈ પાંચ દિવસ ટૉઇલેટ સીટ પર બેસી રહ્યા

રેકૉર્ડ તોડવા આ ભાઈ પાંચ દિવસ ટૉઇલેટ સીટ પર બેસી રહ્યા

વસ્તારી ઘરમાં કોઈ એક કલાકથી ટૉઇલેટમાં ઘૂસ્યું હોય તો મોકાણ મંડાઈ જાય. એવામાં કોઈ માણસ પાંચ-પાંચ દિવસ ટૉઇલેટમાં બેસવાની વાત કરે તો કેવી નવાઈ લાગે? બેલ્જિયમના ૪૮ વર્ષના જિમી દ ફ્રેન નામના ભાઈને સૌથી લાંબો સમય કમોડ પર બેસવાનો રેકૉર્ડ બનાવવો હતો. તેમણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં તપાસ કરી કે હાલનો રેકૉર્ડ શું છે તો ખબર પડી કે હજી સુધી કોઈએ આ દિશામાં વિચાર્યું જ નથી. એટલે સંસ્થાએ જિમીને ઍટલીસ્ટ ૧૦૦ કલાક લગાતાર ટૉઇલેટ સીટ પર બેસી રહે તો અમે રેકૉર્ડ નોંધીશું એવું જણાવ્યું. બસ, પછી તો ભાઈસાહેબે ચોટી વાળી લીધી. એક સ્થાનિક બારમાં બાકાયદા ઇંગ્લિશ કમોડ મૂકવામાં આવ્યું અને ૨૪ કલાકની નિગરાનીમાં સ્ટન્ટ શરૂ થયો. ટૉઇલેટ કમોડ પર બેઠેલા જિમીને દર એક કલાકે પાંચ મિનિટનો ટૉઇલેટ-બ્રેક લેવાની છૂટ હતી કેમ કે તે જે કમોડ પર બેઠો હતો એ માત્ર શોભાના પૂતળાનું હતું, વર્કિંગ નહીં. જોકે જિમીએ પોતાની કુદરતી ક્રિયાઓને થોડીક કન્ટ્રોલમાં રાખીને દર કલાકની પાંચ-પાંચ મિનિટો ભેગી કરીને એનો ઉપયોગ ઝટપટ હાજત પતાવીને થોડીક મિનિટો સૂવા માટે કાઢી લીધી હતી.

આ પણ વાંચો : 1 ટનના સોનાના રેકૉર્ડબ્રેક સિક્કાની સાથે ન્યુ યૉર્કના લોકોએ લીધી સેલ્ફી

આવામાં લાગી શકે કે માત્ર બેસી રહેવામાં વળી શું પડકાર છે? પરંતુ જ્યારે તેણે સ્ટન્ટ શરૂ કર્યો અને લગાતાર કલાકો કડક સપાટી પર બેસી રહ્યો ત્યારે તકલીફ વર્તાવા લાગી. પચાસ કલાક પછી તો તેના પગ દુખવા લાગ્યા અને છતાં એ પછી પણ તેણે ૬૬ કલાક જેમ-તેમ કરીને ખેંચ્યા. કુલ ૧૧૬ કલાક કમોડ પર બેસીને ભાઈએ નવો વિક્રમ સરજ્યો. 

belgium offbeat news hatke news