અમેરિકામાં માથે પૂંછડી ધરાવતું ગલૂડિયું આકર્ષણનું કેન્દ્ર બન્યું

15 November, 2019 10:46 AM IST  |  America

અમેરિકામાં માથે પૂંછડી ધરાવતું ગલૂડિયું આકર્ષણનું કેન્દ્ર બન્યું

માથે પૂંછડી ધરાવતું ગલૂડિયું

અમેરિકાના મિસુરી સ્ટેટના એક ડૉગ રેસ્ક્યુ નૉન પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન ‘મેક્સ મિશન’ના કાર્યકરોએ માથે પૂંછડી ધરાવતું ગલૂડિયું બચાવ્યું છે. ગેંડા કે નર વ્હેલ નિશ્ચિત રૂપે માથા કે મોઢાની આગળના ભાગમાં વિસ્તૃત અંગ ધરાવતાં પ્રાણીઓ છે. ગેંડાને મોઢાના ભાગે શિંગડું અને નર વ્હેલને મોઢા પર સૂંઢ જેવું વિસ્તરણ હોય છે, પરંતુ અન્ય જે પ્રાણીઓની અંગરચનામાં શરીરના એક ભાગનું અંગ બીજા છેડે ઊગે એ ઘટના સમાચારનો વિષય બને છે. એ ગલૂડિયાને માથે અને પાછળ બે પૂંછડીઓ છે. એને ટચૂકડી સૂંઢ ગણવી હોય તો પણ ચાલે.

united states of america offbeat news hatke news