આવતા વર્ષે પૅરિસમાં બનશે દુનિયાનું સૌથી મોટું રૂફટૉપ ફાર્મ

22 August, 2019 10:23 AM IST  |  પેરિસ

આવતા વર્ષે પૅરિસમાં બનશે દુનિયાનું સૌથી મોટું રૂફટૉપ ફાર્મ

દુનિયાનું સૌથી મોટું રૂફટૉપ ફાર્મ

બિલ્ડિંગની છત પર એક એવું ફાર્મ બનવા જઈ રહ્યું છે જે રોજ હજારો લોકોને ભોજન પૂરું પાડશે. દુનિયાનું સૌથી વિશાળ રૂફટૉપ ફાર્મ પૅરિસમાં બનશે જે પીક સીઝનમાં રોજના એક હજાર કિલો ફળો અને શાકભાજી પેદા કરશે. આ ફાર્મનું અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યું છે અને એ માટે વીસ માળીઓને તૈયાર કરવામાં આવ્યા છે. લગભગ સાડા ચાર લાખ સ્ક્વેર ફુટથી પણ વધુ વિસ્તારમાં ફેલાયેલા આ રૂફટૉપ ફાર્મમાં ૩૦ પ્રકારના છોડ ઉગાડાશે જેમાં ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. આ ફાર્મ ઍગ્રિપોલીસ નામની કંપની બનાવી રહી છે.

આ પણ વાંચો : બેઘર બાળકો માટે શરૂ થયેલી પોલીસની પાઠશાળામાં ભણે છે 200 વિદ્યાર્થીઓ

આ કંપની પૅરિસના લોકોને સમજાવી રહી છે કે દરેક વ્યક્તિએ ઘરની અગાસીમાં એક નાનકડું ગાર્ડન તૈયાર કરવું જ જોઈએ. આ કંપનીએ વર્ટિકલ ફાર્મિંગની ટેક્નિક પણ વિકસાવી છે જેનાથી દીવાલો પર પણ છોડ ઉગાડીને પાક લણી શકાય. એમ કરવાથી કોઈ રાસાયણિક ખાતરોની પણ જરૂર નથી અને પાણીની જરૂરિયાત પણ બહુ ઓછી છે.

paris offbeat news hatke news