ડિલિવરી બૉયનો પાંચ મહિનાનો દીકરો પણ પિતા સાથે બાઇક પર આખું શહેર ફરે છે

13 August, 2019 12:33 PM IST  |  બૅન્ગકૉક

ડિલિવરી બૉયનો પાંચ મહિનાનો દીકરો પણ પિતા સાથે બાઇક પર આખું શહેર ફરે છે

ડિલિવરી બૉયનો પાંચ મહિનાનો દીકરો પણ પિતા સાથે બાઇક પર આખું શહેર ફરે છે

બૅન્ગકૉકમાં રહેતો ફૂડ ડિલિવરનું કામ કરતો પાનુવાત બાલ તેની પત્ની અને પાંચ મહિનાના દીકરા સાથે રહે છે. દીકરો ત્રણ મહિનાનો થયો એટલે પરિવારને આર્થિક ટેકો આપવા માટે પત્નીએ પણ કામ કરવાનું શરૂ કર્યું. એવા સમયે દીકરાને ક્યાં રાખવો? પત્ની કામે જાય ત્યારે ભાઈસાહેબ દીકરાની સાથે ઘરે રહેતા. જોકે નવરાશના સમયમાં તે દીકરાને બાઇક પર ફરવા લઈ ગયો અને જોયું તો દીકરાને બહુ મજા પડતી હતી. તેણે દીકરા માટે એક નાનું અને હલકુંફૂલકું હેલમેટ પણ ખરીદી લીધું અને દીકરાને પૉલ્યુશન માસ્ક પહેરાવીને પોતાની સાથે ફૂડ-ડિલિવરીના કામે સાથે લઈ જવાનું શરૂ કર્યું. અત્યારે પાંચ મહિનાના આ બાળકને પપ્પા સાથે બાઇક પર ફરવાની મજા પડી જાય છે. તે બાઇક પર ઍડવેન્ચર મૂડમાં હોય ત્યારના વિડિયો લઈને પિતાએ યુટ્યુબ ચૅનલ પણ શરૂ કરી છે. લોકોને એ વિડિયોઝ બહુ પસંદ આવે છે, પણ હજી નાજુક ઉંમરના બાળકની સેફ્ટીનું બરાબર ધ્યાન રખાય છે કે નહીં એની ચિંતા પણ સોશ્યલ મીડિયા યુઝર્સ કરે છે.

bangkok offbeat news hatke news